SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુર્હટ થવું. આંખ ઊઘડી જવી. ચક્ષુર્હટ : આંખને આનંદ આપનારું. ચક્ષુષ્માન : આંખવાળું, દેખતું. ચતુરિંદ્રિય ઃ સ્પર્શ, રસ, ગંધ અને નેત્ર ચાર ઇન્દ્રિયવાળો. ચતુર્ગમન : ચારે દિશામાં જવું. ચતુર્થવ્રત: ચોથું વ્રત, બ્રહ્મચર્ય. ચતુર્દશપૂર્વી : ચૌદ પૂર્વધારી. ચતુર્વિધ ઃ ચાર પ્રકાર સાધુ, સાધ્વી શ્રાવક શ્રાવિકાનો સમૂહ. ચમકબાણ ઃ લોહચૂંબક. ચમર ઃ અસુરકુમાર દેવોનો એક ઇન્દ્ર. ચરણપક્ષાલન ઃ ચરણ ધોવા તે. ચરણભૂમિ : માતૃભૂમિ. ચરણ૨૪: પગની રજ. ચરણસેવા : આદરણિય વ્યક્તિની સેવા, ભક્તિ પાદસેવન. ચરણાનુયોગ : જૈનદર્શનના આચાર અને ક્રિયાયોગ દર્શાવતો ગ્રંથ. ચરણાવિંદ : ચરણકમળ. ચરમ : છેલ્લું, અંતિમ. સૌથી મોટું, હલકું. ચરમદેહ ઃ અંતિમ દેહ, ચામડાનો દેહ. ચરાગ : દીવો. ચર્ચાપરિષહ : ૩૬૬ સાધુ-સાધ્વીજનોનો સ્વીકારેલ ધર્મજીવનને નિર્દોષ રાખવા અસંગપણે પાદવિહાર જુદાં જુદાં સ્થાનોમાં કરે ત્યારે જે પ્રતિકૂળતા આવે તે સમતાથી સહે. ચર્વણ (ચર્વણા) રસનો સ્વાદ લેવો, : Jain Education International સરળ પિષ્ટપેષણ કરવું. પુનઃ પુનઃ વિચાર કરવો. ચિંતન, મનન, નિદિધ્યાસન. ચલક્ષેત્ર ઃ અસ્થિર જગા. ચલચિત્ત : ચંચળમન. ચલણ : આચરણ, ટેવ, આદત, પ્રચાર, રિવાજ, અંકુશ. ચલદૃષ્ટિદોષ : સામાયિકમાં બાર કાયાના દોષમાંનો નજરનું અસ્થિ૨૫ણું તે દોષ. ચંડ : કોપ, ક્રોધ, તપ, ઉગ્રતા (ચંડત્વ). ચંડક૨: સૂર્ય. ચંડકોપી : એકદમ ગુસ્સે થાય તેવું. ચંદ્રક : માચિહ્ન. ચંદ્રચક્ર : ૨૯ વર્ષનું કાળચક્ર તે વીત્યા પછી મહિનાની તિથિ અને દિવસ એનાં એ જ આવે. ચંદ્રધનુ : ચંદ્રના પ્રકાશથી થતું ઇન્દ્રધનુષ. ચંદ્રનાડી ઃ શરીરની મુખ્યનાડી, બીજું નામ ઈંડા, ડાબી નાસિકાનું ચાલવું. ચંદ્રપાદ : ચંદ્રકરણ. ચંદ્રપ્રજ્ઞપ્તિ : એ નામનું ઉપાંગસૂત્ર ચંદ્ર વિષેની વિશેષ માહિતી. ચંદ્રપ્રભુ : એ નામના આઠમા તીર્થંકર. ચંદ્ર સંવત્સર : જે વર્ષમાં અધિક માસ ન હોય તે, જેમાં ૨૪ ૫ખવાડિયાં હોય. ચાક્ષુષ ઃ પ્રત્યક્ષ નજરે જોઈ શકાય તેવું. | ચાક્ષુષીઃ સૂક્ષ્મ પદાર્થદર્શક વિદ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy