SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટતપસ્વી ૩૫૬ ઉદયાવલિકામાં નાંખી ઉદયમાં લાવી વિનાશ પમાડે છે. કષ્ટતપસ્વી : ઉગ્ર તપથી ઇંદ્રિયોના સમૂહને જીતી લેનાર મુનિ. કસ્તૂરીમૃગ : એક જાતનું હરણ. તેની ડૂંટીમાંથી કસ્તૂરી નીકળે છે. કંદર્પ : અભિમાન કામ વધે તેવી વાતો કરવી તે. અનર્થદંડવિરમણ વ્રતનો એક અતિચાર. કાઉસગ્ગ : કાયાનો વ્યાપાર છોડીને એક આસને સ્થિર થવું તે. કાકાલીય : અણધારી રીતે બનેલો બનાવ. કાકનામા સાધુઓને ભોજનાંતરાય. સાધુ ચાલતા હોય અથવા ઊભા હોય ત્યારે કાગડો વિષ્ટા કરે તેથી આવતો અંતરાય. Jain Education International સરળ રત્ન છે. કાગળસ્વરૂપગુરુ : ગુરુનો એ નામનો એક પ્રકા૨. ૧. કાષ્ઠસ્વરૂપ ૨. કાગળસ્વરૂપ ૩. પથ્થરસ્વરૂપ કાષ્ઠસ્વરૂપ - પોતે તરે અને તારે. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સાગરને તરી શકે નહિ. પરંતુ પોતે કંઈ પુણ્ય મેળવી શકે તે બીજાને તારી શકે નહી. પથ્થર સ્વરૂપ - પોતે ડૂબે અને અન્યને ડુબાડે. કાપિલીય : એક ગ્રંથનું નામ. કાપોતલેશ્યા : છ માહેની ત્રીજી લેશ્યા. લેશ્યા એટલે અધ્યવસાય. કામપુરુષાર્થ: ચા૨ પુરુષાર્થમાંનો એક સાંસારિક પુરુષાર્થ, કામરુપિત્વ ઃ ઇચ્છા પ્રમાણે રૂપ ધા૨ણ કરવાની શક્તિ. કાકંદી : સુવિધિનાથ પ્રભુની કલ્યાણક ભૂમિ. ચંપાપુરીની નજીક. કાકાદિપિંડહરણ : ખોરાકમાં એક જાતનો અંતરાય. કાગડા વગે૨ે ગ્રાસ લઈ જાય તો કાકાદિપિંડહરણ અંતરાય કહેવાય છે. કાકિણીરત્ન ઃ ચક્રવર્તીનું એક જાતનું રત્ન. તે લક્ષ્મીભંડા૨માં ઉત્પન્ન થાય છે. તે વિષહર છે. તે છ દિશાએ છ તાનવાળું. સમચતુરસ્ત્ર આકારે, બાર હાંસ અને આઠ કણિકાવાળું અતિશય પ્રકાશ પાડનારું અને સોનીની એરણ જેવું કાયગતાસ્મૃતિઃ શરીરના જુદા જુદા કાયગુપ્તિ ઃ શરી૨ હાલેચાલે નહિ તેવી સ્થિતિ. જૈન મુનિએ પાળવાની ત્રીજી ગુપ્તિ. કાયઃ સમૂહ, સંઘ, સમુદાય, શરીર. કાયક ઃ શરીરસંબંધી. કાયક્રિયા : ચોરી વગેરેની કોશિષ. કાયક્લેશ ઃ શરીરને દુઃખ આપવું તે. છ બાહ્યતપ માહેનું એક. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy