SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દપરિચય નવકા૨ની અનાનુપૂર્વી. અનાભોગ મિથ્યાત્વઃ અત્યંત અજ્ઞાનદશા, સાચી વસ્તુની અજ્ઞાનતા. અનાયતન : દેવ, ગુરુજનોરહિત સ્થાનો. અનાયાસ : પ્રયત્નરહિત, સ૨ળતાથી કાર્ય થાય. : અનારંભ : શુદ્ધાત્મામાં સ્થિર થવા મન, વચન, કાયાની પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. અનાર્ય જેની પ્રવૃત્તિ મનુષ્યજીવનને | યોગ્ય ન હોય, સુસંસ્કા૨૨હિત. અનાર્યભૂમિ (ક્ષેત્ર) : જ્યાં દેવ, ગુરુ કે ધર્મની પ્રાપ્તિનાં સાધનો ન હોય. સંસ્કારરહિત ક્ષેત્ર. જ્યાં હિંસાદિની વિશેષતા હોય. અનાશ્રવ : જે આત્મામાં કોઈ કર્મો આવતાં નથી. તેવી આત્માની શુધ્ધદશા. અનાહદ નાદઃ આત્માનો આંતરિક અવાજ. પ્રયાસરહિત ધ્વનિ. અનાહારકતા : જ્યાં કોઈ પણ પ્રકારનો આહાર લેવાતો નથી, તેવું આત્માનું સહજ અનાહારીપણું. અનિકાચિત કર્મ : બાંધેલાં કર્મો શુભભાવ વડે ફેરફાર થઈ શકે તે. અનિત્ય ઃ નાશવંત. અનિત્યભાવના : ભૌતિક પદાર્થો નાશવંત છે તેમ ચિંતવવું. ૧૩ Jain Education International અનિવૃત્તિકરણ ગુણસ્થાન અનિત્યસ્થ ઃ સિદ્ધ ૫રમાત્માનું સંસ્થાન. અરૂપી આકૃતિ. એ આકૃતિ આવી છે તેવું કહી ન શકાય. સિદ્ધ આત્માઓ લોકાગ્રે આકાશપ્રદેશમાં રહ્યા છે. અનિન્દ્રિય : જેને ઇન્દ્રિયો ન હોય તે, સિદ્ધ ભગવંતો. મન/ઇન્દ્રિય નથી તેથી તે અનિન્દ્રિય ગણાય છે. અનિમિ : આંખના પલકારા વગરનું. અનિર્વચનીય – અનિર્વાચ્ય : વચનથી વર્ણવી ન શકાય તેવું. અનિવૃત્તિકરણ ઃ સમ્યગ્દર્શન પામનાર જીવનું આ કરણ છે. અપૂર્વકરણ પામ્યા પછી જીવ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગ્દર્શન પામે છે. જ્યાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી. કર્મગ્રંથના અભિપ્રાયે અનિવૃત્તિક૨ણ એ જ સમ્યક્ત્વરૂપ પરિણામ છે. અનિવૃત્તિકરણ ગુણસ્થાન જીવોની પરિણામ વિશુદ્ધિમાં તરતમતા તે ગુણસ્થાન છે. આ નવમું ગુણસ્થાન છે. તે અવસ્થામાં સર્વ જીવોના પરિણામ તરતમતા રહિત સમાન હોય છે. પરિણામને-ધ્યાનને અતિશુદ્ધ કા૨ણે કર્મોની અનંતગુણિ નિર્જરા કરતો શ્રેણીમાં આગળ વધે છે. સમ્યગ્દર્શનની ચારિત્રમોહ અપેક્ષાએ ક્ષય For Private & Personal Use Only જીવનો www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy