SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દપરિચય વાત્સલ્ય : નિર્દોષ પ્રેમ-સ્નેહ. સંસારમાં માતાના પ્રેમને વાત્સલ્ય કહે છે. સમ્યગ્દષ્ટ આત્માનો સર્વ પ્રતિ સમાન ભાવ વાત્સલ્ય કહેવાય છે. જે આઠગુણમાં પ્રસિદ્ધ છે. સૂર્ય જેમ જળનું શોષણ કરે છે, તેમ પ્રેમ-રહિત માનવની ધર્મભાવના શોષાઈ જાય છે. વાત્સાયન અક્ષપાદ ગૌતમબુદ્ધના ન્યાયસૂત્રના સર્વ પ્રધાન ભાષ્ય કાર. વાદ : હારજીતના અભિપ્રાયથી કરેલી કોઈ વિષય સંબંધી ચર્ચા. યદ્યપિ વીતરાગ માર્ગમાં તે અનિષ્ટ છે. છતાં પણ વ્યવહાર ધર્મની પ્રભાવના માટે તેનો પ્રયોગ વિદ્વાનો કરે છે. વાદમહાર્ણવ : શ્વે. આ. અભયદેવ કૃત સંસ્કૃત ન્યાય વિષયક ગ્રંથ વાદિચંદ્ર : નન્દિસંઘના આ. વાદિચંદ્ર. રચિત પાર્શ્વપુરાણ, શ્રીપાલ આખ્યાન, જ્ઞાન સૂર્યોદય નાટક આદિ રચનાઓ છે. વાદિરાજ દિ. આ. સમન્તભદ્રનું : ૨૫૩ અપરનામ. વાનપ્રસ્થ ઃ ગૃહસ્થપણાનો ત્યાગ કરીને જે વનવાસી રહે છે તે. વાનરવંશ : સુગ્રીવ હનુમાન આદિનો વંશ. વામન સંસ્થાન : ઉપરનાં અંગો પ્રમાણ Jain Education International વાચંગના સર હોય અન્ય અંગો પ્રમાણસર ન હોય. નામકર્મની પ્રકૃતિના ઉદયથી છ સંસ્થાનમાંથી (આકૃતિ) પાંચમું સંસ્થાન નામા : ભગવાન પાર્શ્વનાથનાં માતા. અપરનામ બ્રાહ્મી, વર્મિલા, વમાં. વાયા : (વારણા) અહિત કાર્યમાં વર્તતા શિષ્યને ગુરુજી રોકે તેવી સમાચારી. પશ્ચિમોત્તર ખૂણાવાળી વિદિશા. વાયુ : અનેક પ્રકારના હોય છે. સચિત અચિત વાયુ. વાયુકાયિક એકેન્દ્રિય જીવ છે. અપેક્ષાએ સ્થાવર નામકર્મયુક્ત છે. વહેતો રહેવાથી ગતિશીલ છે. સામાન્ય પવન : ભમતો, ઊંચે જતો પવન, ૨જ સહિત ગુંજતો પવન, પૃથ્વીમાં રહીને ચક્કર ઘૂમરીવાળો પવન, ફૂંકાતો પવન, ઘનવાત-તનવાત, (જાડો-પાતળો) જળવૃત્તિ સહિત ફૂંકાતો બળવાન વાયુ ઝંઝાવાત કહેવાય છે. વર્તુળાકારે ઘૂમે તે માંડલિક વાયુ કહેવાય છે. વાયુભૂતિ ઃ ભગવાન મહાવીરના ત્રીજા ગણધર હતા. વારાંગનાઃ અન્ય અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવતી સ્ત્રી. જેનો કોઈ એક પતિ ન હોય. વાયવ્ય : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy