SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ યવ ભાવો જે બને છે તેને વિશેષપણે જાણનાર દેવ. યવ : ક્ષેત્રનું એક પ્રમાણવિશેષ. યવન : ભરતક્ષેત્રેના આર્યખંડનો એક દેશ. યુનાનનું જૂનું નામ. યવમધ્ય : કર્મપ્રવૃત્તિઓની એક જાતની આહુતિ યશકીર્તિ ઃ પુણ્ય વડે પ્રસિદ્ધિ પામવી તે યશકીર્તિ નામકર્મની પ્રકૃતિ છે. તેનાથી વિરુદ્ધ અયશકીર્તિ નામકર્મ છે. યશોવિજ્યજી : શ્વે. સં.ના પ્રસિદ્ધ ઉપાધ્યાય હતા. શ્રી હિરવિજયસૂરની પરંપરામાં હતા. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ, આધ્યાત્મિકમતખંડન, નયરહસ્ય, નયપ્રદીપ, નયોપદેશ, જૈનતર્કપરિભાષા, જ્ઞાનબિંદુ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય ટીકા, દેવધર્મ પરીક્ષા, યતિલક્ષણ, સમુચ્ચય ગુરુતત્ત્વવિનિશ્ચય, અષ્ટસહસ્રી વિવરણ, સ્યાદ્વાદમંજરી, જયવિલાસ, દિગ્પટચૌરાસી (દ. સં.ની માન્યતાઓ ૫૨ આક્ષેપ) ઇત્યાદિ અનેક ગ્રંથોની રચના કરી હતી. દિ. માન્ય નિશ્ચયનયનું ખંડન કર્યું હતું. સમયસારના ઉપયોગી તત્ત્વનું લેખનમાં અનુસરણ કર્યું હતું. લગભગ ૩૨૫ વર્ષ પૂર્વ થયા હા. ૨૨૬ Jain Education International જૈન સૈદ્ધાંતિક યંત્ર: વિશિષ્ટ પ્રકારના અક્ષર, શબ્દ, મંત્ર, કે કોઠો બનાવીને ખાસ આકૃતિઓ દોરવામાં આવે છે. મંત્રશાસ્ત્ર અનુસાર તેમાં અલૌકિક શક્તિ માનવામાં આવે છે. તેથી તેની પૂજાવિધિ કરવામાં આવે છે. આવાં યંત્રો અનેક પ્રકારનાં છે. જેમ કે ણમોકાર યંત્ર, ઋષિમંડળયંત્ર, શાંતિયંત્ર, સિદ્ધચક્રયંત્ર, સર્વતોભદ્રયંત્ર વગેરે. યંત્રપીડનકર્મ : સાવધ પ્રવૃત્તિ દ્વારા પીડા ઉપજાવવી. પુંજન કરવું : જ્યાં જ્યાં જે જરૂરી હોય તે જોડવું. યાકિની મહત્તા : શ્રી હરિભદ્રસૂરિને બોધ કરનારાં મહાન સાધ્વીજી યાકિની’. યાજ્ઞિકમત ઃ સંસારી જીવની કદી મુક્તિ થતી નથી તેવી માન્યતા ધરાવે છે. યાચના પરિષહ : સાધુસાધ્વીજનો આવશ્યકતા ભિક્ષા-ગોચરીની માટે પ્રવૃત્તિ કરે પણ શુદ્ધ આહાર ન મળે તે યાચનાપરિષહ છે. એ પરિષહને તેઓ સમતાથી સહી લે છે, તે યાચનાપરિષહય છે. યાનઃ ઘણા ભાર સહિત સમુદ્રમાં આકાશમાં ગમન કરવાને સમર્થ જાજ. — યાવત્કથિત : સામાયિક ચારિત્રનો બીજો ભેદ છે જે બાવીસ તીર્થંકર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy