SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ _ – –– – ––––– – – _._જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ જ – – – असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लकरवणमेअं तु सिद्धाणं ।। केवलनाणुवउत्ता जाणंती सव्वभावगुणभावे । पासंति सव्वओ खलु केवल दिठ्ठीहिऽणताहिं ।। અશરીરી (શરીર વિનાના), જીવના પ્રદેશો વડે ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધાનું લક્ષણ છે. તેઓ કેવળજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદૃષ્ટિ વડે જોઈ રહ્યા છે.] સિદ્ધ ભગવંતો અમૂર્ત છે, અદષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે અને તેમની અવગાહના તેમના ચરમ શરીર અનુસાર હોય છે માટે તેઓ સાકારી છે. “સિરિ સિરિવાલ કહામાં શ્રી રત્નશેખરસૂરિ કહે છે : जे अ अणंता अपुणष्भवाय असरीरया अणाबाधा । दसण नाणुवउत्ता ते सिद्धा दितु मे सिद्धिं ।। [જે અનંત છે, અપુનર્ભવ છે, અશરીર છે, અવ્યાબાધ છે, દર્શનશાનથી ઉપયુક્ત છે તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.. જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે : सिद्धाणं नत्थि देहो न आउ कम्मं न पाणी जोणीओ । साइ अनंता तेसिं ठिइ जिणिंदागमे भणिआ ॥ સિદ્ધ ભગવંતોને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, દ્રવ્ય પ્રાણ નથી અને યોનિ નથી, તેમની સાદિ અનંત સ્થિતિ જિનેશ્વરના આગમમાં કહી છે.] અજ અવિનાશી, અકલ, અજરામર, કેવલદેસણ નાણીજી, અવ્યાબાધ, અનંત વીરજ, સિદ્ધ પ્રણમાં ગુણખાણીજી. આમ, ગતિરહિતતા, ઇન્દ્રિયરહિતતા, શરીરરહિતતા, યોગરહિતતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy