SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ પરમાત્મા — — — —— — — — — — — — — — — —તીર્થકર ભગવાન સમવસરણમાં પાદપીઠ ઉપર પગ રાખીને દેશના આપતા હોય છે, તો પણ તેમની પ્રતિમા–પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે. જે તીર્થકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થકરોની પ્રતિમા પણ નિર્વાણ મુદ્રામાં જ કરવામાં આવે છે. આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે. જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું કે અસમાનતા નથી. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફરક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલાં બંનેનાં શબ વચ્ચે એવું કોઈ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે. તેઓ સર્વ સરખું જ શિવસુખ અનુભવે છે. કેવા પ્રકારના જીવો કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : સિદ્ધા પUારવિદા પૂજાતા'. “નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે : जिण अजिण तित्थऽतित्था गिहि अन्न सलिंग थी नर नपुंसा ।। पत्तेय सयंवुद्धा बुद्धाबोहिय इक्क-णिकवा य ।। સિદ્ધાના પંદર પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) તીર્થસિદ્ધિ – તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy