________________
એકથી સાત સુધીના જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી પણ કેટલાક એવા છે કે જે ગ્રંથ સ્વરૂપે છાપી શકાય એવા છે અને ગુચ્છની અંદર સ્થાન પામી શકે એવા છે. વળી આઠમાથી બારમા સુધીના પાંચ જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી પણ પસંદગી કરવાને ઠીક ઠીક અવકાશ રહે છે. આમ છતાં પ્રત્યેક ગુચ્છમાં દરેક લેખકનો ફક્ત એક જ નિબંધ પ્રકાશિત કરવા માટે લેવાનું ધોરણ ચાલુ રાખ્યું છે.
જૈન સાહિત્ય સમારોહ માટે આવતા બધા જ નિબંધોનું ધોરણ એકસરખું ઉચ્ચ નથી હોતું. તેમ છતાં પ્રકાશિત કરવા યોગ્ય નિબંધોની સંખ્યાનું પ્રમાણ ઠીક ઠીક સારું રહે છે. એ ઘણી મોટી આશા જન્માવે છે.
આ ગ્રંથમાં જૈન સાહિત્ય સમારોહના લેખોમાંથી પસંદગી કરવામાં કેટલીક બાબતો લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખો પૈકી કેટલાક લેખો અતિ વિસ્તૃત છે, તો કેટલાક લેખો અતિ સંક્ષિપ્ત માત્ર નોંધરૂપે જ જોવા મળ્યા છે. કેટલાક વિષયો ઉપર એક કરતાં વધુ લેખો છે. કેટલાક લેખો લેખકો પાસે જ રહી ગયા હોય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની નકલ ઉપલબ્ધ ન હોય એવુંય બન્યું છે. સમારોહ બાદ કોઈ કોઈ લેખકોએ પોતાના લેખની નકલ સુધારા-વધારા માટે પાછી મંગાવી લીધી હોય એવું પણ બન્યું છે. બધા પ્રમુખો અને વિભાગીય પ્રમુખોનાં વ્યાખ્યાનો પણ ઉપલબ્ધ નથી, કારણ કે કેટલાકે મૌખિક વક્તવ્ય રજૂ કર્યું છે. આ બધી મર્યાદાઓને આ સંપાદન તૈયાર કરતી વખતે લક્ષમાં લેવી પડી છે. - જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને સંસ્થાકીય બંધારણીય માળખામાં બાંધવાનું હજુ વિચારાયું નથી, કારણ કે આર્થિક પ્રશ્ન મૂળભૂત અને મહત્ત્વનો હોવાથી કેટલીક ભૂમિકા તૈયાર થવાની અપેક્ષા રહે છે. વળી અંદાજિત ખર્ચને લક્ષમાં લેતાં ભાષા અને પ્રાદેશિક વિસ્તારની મર્યાદા પણ નક્કી કરવાની રહે છે. એ માટેની યોગ્ય કાળ જ્યારે પરિપક્વ થશે ત્યારે આ પ્રવૃત્તિ સ્વયમેવ બંધારણીય સ્વરૂપ ધારણ કરશે. પરંતુ ત્યાં સુધી તો વૃક્ષની જેમ તેનો વિકાસ સ્વયમેવ અનૌપચારિક રીતે થતો રહે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org