SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ––– – ––– – – _જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ – –– પરમાત્મ તત્ત્વ નિરાલંબન, સ્વાધીન, અનૈમિત્તિક અને નિરપેક્ષ એવું પૂર્ણ તત્ત્વ છે. જેમ સો (૧૦૦)ની સંખ્યામાં નવ્વાણું(૯૯)ની સંખ્યા સમાય પણ ૯૯માં ૧૦૦ નહિ સમાય, તેમ અપૂર્ણતત્ત્વ, પૂર્ણતત્ત્વમાં સમાય પણ અપૂર્ણ તત્ત્વમાં, પૂર્ણતત્ત્વ નહિ સમાય. બાહ્યદૃશ્યની જે જે સુંદરતા છે તેના ઉપાદાન અને નિમિત્ત કારણમાં જીવભાવ છે. જીવભાવમાં શ્રેષ્ઠ ભાવ પંચપરમેષ્ઠિ પામે છે. માટે એમના સિવાય પ્રધાન શ્રેષ્ઠતા અન્યમાં નથી. પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવો નહિ નીકળે ? આપણે અગાઉ જોયું તે મુજબ પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ બે વીતરાગ સ્વરૂપ સાધ્યપદ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ વૈરાગી સાધકપદ છે. અરિહંત અને સિદ્ધને સાધ્ય પદ કહ્યાં પરંતુ વાસ્તવિક તે ઉભય ધ્યેયપદ, લક્ષ્યપદ છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો સમભિરુઢનય પ્રમાણે શબ્દ ફરતાં અર્થ ફરે તે મુજબ સાધ્ય અને લક્ષ્ય શબ્દમાં ભેદ છે. લક્ષ્ય અરિહંત અને સિદ્ધ બનવાનું છે અને સાધ્ય વીતરાગતાની પ્રાપ્તિ છે, વીતરાગતાની સાધના છે અને વીતરાગતાની ફળપ્રાપ્તિ રૂપ અરિહંત-સિદ્ધ પદની પ્રાપ્તિ છે. તેથી જ જ્ઞાનવિમલસૂરિશ્વરજીએ ગાયું છે કે : વીતરાગ ભાવ ન આવહી જ્યાં લગી મુજને દેવ; ત્યાં લગે તુમ પદકમલની સેવના રહેજો ટેવ; મનમાં આવો રે નાથ ! હું થયો આજ સનાથ” તેમાંય અરિહંતને નવકારમંત્રમાં પ્રથમ સ્થાન આપેલ છે, કારણ કે અરિહંત એ સદેહી-સયોગી-સાકાર અને અષ્ટપ્રાતિહાર્યો તથા અતિશયોના પ્રભાવયુક્ત પરમાત્મ સ્વરૂપ છે, જેથી કરીને અરિહંત સાથે વ્યવહાર શક્ય છે. વળી પ્રભાવયુક્ત પ્રભાવશાળી હોવાથી સહુ કોઈ સહજ જ આકર્ષાય છે. આપણે સહુ દેહધારી છીએ. દેહધારીને દેહના માધ્યમથી વ્યવહાર છે. સિદ્ધ પરમાત્મા અશરીરી-અદેહી હોઈ, દેહનું માધ્યમ નથી. તેથી તેઓની સાથે વ્યવહાર શક્ય નથી એટલે અરિહંત ભગવંતની જેમ તેઓ વ્યવહાર ઉપકાર નિમિત્ત બની શકતા નથી. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેથી જ ગાયું છે કે..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy