SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ – – – – _ _ _જૈન સાહિત્ય સમારોહ-ગુચછ ૪ – – – = = == પ્રાસાદ પચ્ચાસીઆ અતિહિં ઘંટાલા, જ્યાંહા બિતાલીશ પોષધશાલા. અસ્ય ચંબાવતી બહ એ જનવાસ, ત્યાહાં મિં જોડીઓ રીષભનો રાસો.” “સંબાવતી (ખંભાત) નગરી ઘણી સારી છે. ત્યાં ઇન્દ્ર જેવા પુરુષો અને પદ્મિની જેવી સ્ત્રીઓ વસે છે. ત્યાં ઘણાં વાહનો અને વખારો છે. ઘણા વ્યાપારીઓ ત્યાં વસે છે. અહીં સમુદ્રની લહેરો આવે છે અને તેનું પાણી શોભી રહ્યું છે. ઘણી પોળો, (તપનત્તર) ફરતો કિલ્લો અને ઘણા દરવાજા છે. તેનો બાદશાહ જહાંગીર છે. ત્યાં પંચાશી ઊંચાં જિનમંદિરો – પ્રાસાદો અને બેંતાલીશ પૌષધશાળા - ઉપાશ્રયો છે. આવા ખંભાત નગરમાં ઘણી વસ્તી છે જ્યાં મેં આ રાસની રચના કરી છે.” કવિના વતન ખંભાતની માફક કવિના ધર્મગુરુઓ વિશે પણ સઘળી માહિતી કવિની વિવિધ કૃતિઓમાંથી મળી આવે છે. કવિ તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતામ્બર વિસા પોરવાડ જૈન વણિક હતા. તેમના સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬પર(સન ૧૫૯૬)માં થયો હતો. તે સમયે કવિની ઉમર ૨૧ વર્ષની ગણી શકાય. ત્યારબાદ અકબર બાદશાહ પાસેથી “સવાઈ જગદ્ગુરુ'નું બિરુદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. જેમને કવિએ પોતાના ગુરુ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. નેમિનાથ રાજિમતી સ્તવનમાં તેમણે કહ્યું છે : ‘તપગચ્છ મુનિવર સયલ સુખકર શ્રી વિજયસેનસૂરિસરો; તસ તણો શ્રાવક ઋષભ બોલે, થયો નમિ જિનેશ્વરો.” વિજયસેનસૂરિ પાસે ઋષભદાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એક દિવસ વિજયસેનસૂરિએ પોતાના કોઈ એક શિષ્ય સારુ સરસ્વતીદેવીને પ્રસન્ન કરી પ્રસાદ (લાડુ) મેળવ્યો હતો. તે રાત્રે ઉપાશ્રયમાં સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં તે વાત આવી અને સવારે તે પ્રસાદ પોતે જ આરોગી લીધો અને મહાવિદ્વાન થયા. આ દંતકથા બાજુમાં રાખીએ તો પણ એટલી વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy