SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સુકહિ ઓરસીયા સંવાદ રાસ ૨૪૯ સમુદ્ર-કલશ સંવાદ અને આચાર્ય ભાવપ્રભસૂરિ કૃત સુકડિ ઓરસીયા સંવાદ સ. ૧૭૮૩ ઉલ્લેખનીય છે. આ પ્રકટ કૃતિની સ્વહસ્તાક્ષર લિખિત હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી ઉપલબ્ધ થતાં તેને પરિચય અને કરવાને ઉદ્દેશ છે. ભાવપ્રસૂસૂરિની આ સંવાદ-રચના ૧૬ ઢ લ અને ૩૫૪ કડીની ૭૬૪ પંક્તિઓમાં પથરાયેલી સહુથી દીધ સંવાદકૃતિ છે. આ કૃતિનું નામ સંવાદ છતાં તેમાં આલેખાયેલે છે વિવાદ. સુખડની લાકડી અને ઓરસીયા વચ્ચેને આ વિવાદ નારી-નર વચ્ચેને, વનસ્પતિકાય અને પૃથ્વીકાય વચ્ચેને હુંસાતુંસીભર્યો વિવાદ છે. અરસપરસને એકમેકથી મૂઠી ઉંચેરા સાબિત કરવાના પ્રયત્નની પરાકાષ્ટા સજી સામાના દોષદર્શન અને પિતાના ગુણગાન સુધી પહોંચી જઈ આખરે સમાધાન અને સંવાદમાં પૂર્ણ થતી આ રચના કવિની ફળદ્રુપ કલ્પનાશક્તિ, ઊંડી વિચારશક્તિ અને તીક્ષણ દલીલ શક્તિને પરિચય કરાવે છે. શત્રુંજયતીથ પર જિનપ્રભુની અંગ પૂજા માટે ઓરસીયા પર સુખડ ઘસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી આ કૃતિમાં કવિએ નિતિ–બધ ઉપદેશની સુંદર ગૂંથણે કરી છે. પ્રારંભે જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી અને તેમના કૃપાપાત્ર સિદ્ધસેન દિવાકર દિ કવિવરે તથા ગુરુશ્રી મહિમાપ્રભસૂરિને પ્રણમીને કવિએ ચોથી જ કડીમાં “સુક એરસીયા તણો કહિસ્યું સરસ સંવાદ' એમ વિષયારંભ કરી લીધું છે. ઋષભજિણું દપુત્ર ચક્રવતી રાજ ભરત અયોધ્યાનગરીમાંથી છ ખંડ ભૂમિ પર રાજ કરે છે. સાથે ૧૪ રને, ૯ નિધિ, ૬૪ હજાર રાણુઓ અને અપાર ઐશ્વર્યા છે, ત્યારે કેવલી પ્રભુ ઋષભદેવ મુખે “સંધપતિ પદ મહિમા, તેના લક્ષણે, તેનું કાર્ય આદિ શ્રવણ કરતાં ઉત્સાહ પ્રકટતાં ભરતરાજા શત્રુંજયયાત્રાને સંધ લઈ જવાનો સંકલ્પ પાર પાડવા ઉદ્યમશીલ બન્યાની વાત પ્રથમ ઢાળમાં કવિએ કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy