SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કરણ ૧૦૫ અસાધારણ અને ઉપાદાન કારણને કેળવવાના હોય છે. તેમ કરશું તે જ પાર ઊતરશું. અન્યથા મળેલાં અપેક્ષા અને નિમિત્તકારણ પણ ચાલ્યા જશે અને સ્થિતિ ઘાંચીની ઘાણીને બળદ જેવી થશે. - જેટલી નિમિત્ત ઉપર આપણે દૃષ્ટિ છે તેટલી આપણું ઉપાદાન ઉપર આપણી દષ્ટિ નથી. નિમિત્ત ઉપરની દષ્ટિ નિમિત્ત ન મળે ત્યાં સુધી રાખવાની હોય છે, જ્યારે ઉપાદાન ઉપરની દૃષ્ટિ તે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી રાખવાની હોય છે. દર્દ અને દરિદ્રતા ન હોય તો જીવન જીવવા જેવું લાગે છે અને કાંઈક સુખને અનુભવીએ છીએ. એ જ પ્રમાણે સમ્યમ્ દષ્ટિપાત આવે તો આપણે ધર્મમાં કાંઈક સ્થાન પામીએ. નિશ્ચયથી અસાધારણ કારણુ (ગુણ) તૈયાર થાય તે “આત્મકૃપા' થઈ કહેવાય. બાકી વ્યવહારથી દેવ-ગુરૂના વદન–પૂજન–સેવા –વૈયાવચ્ચેથી નિમિત્તકૃપા અર્થાત ગુરુકૃપા તે મળી શકે છે. આત્માના મોહાદિ, રાગ દ્વેષાદિ દેહભાવ, સંસારભાવે એ ખાડાટેકરાવાળી ખરબચડી ભૂમિ છે. જે ઉપર આભ ભાવરૂપી નિસરણી ઊંચે ચઢવા માટે મૂકી શકતો નથી. જ્યારે દેવ-ગુરુ નિષ્પરિગ્રહી નિરારંભી નિરવદ્ય, નિર્દોષ, નિષ્પા૫ લીસી સપાટ ભૂમિ છે, જે ઉપર આભા પિતાની ભાવરૂપી નિસરણી મૂકી ઉપર ઊઠી શકે છે. ભાવારોહણ કરી શકે છે અને શ્રેણિએ આરૂઢ થઈ શકે છે. દેવગુરુ નિસરણી માંડવા માટે નિમિત્ત છે. જે નિસરણીના સહારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી આગળ વધવાનું છે. આત્માએ પિતે પિતાના અસાધારણ કારણ વડે અને ઉપાદાન કારણ વડે ચેર્યાસી લાખ યોનિમાંથી મનુષ્યનિ અને સદ્દગુરુને યોગ મેળવ્યો એ એની ઉપર થયેલ “પરમાત્મકૃપા” છે. હવે સશુરુને સંગ સેવી પોતાના અસાધારણ અને ઉપાદાન કારણને તૈયાર કરી સ્વયં પરમાત્મા બનવું તે “આરમકૃપા છે. “પરમાત્મા ’ મળેલ છે એવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy