SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક ? :* સામાયિકનાં ઉપકરણે : ૧. શુદ્ધ વસ્ત્ર, ૨. કટોસણું, આસન પાથરણું કે પાથરણું, ૩. મુહપત્તિ, ૪. ગુરા, અરવલ અથવા પંજણ, ૫. નવકારવાળી કે માળા, ૬. આનુપૂર્વી કે પુસ્તક ૭. ઠવણી કે સાપs". ૮. ઘડિયાળ સામાયિકનાં ઉપકરણે અને વિધિની વાત આવતાં કંઈક જીવાત્માઓ તેનાથી દૂર-વિમુખ થતાં દેખાય છે. તેમને આ ક્રિયાઓ આડમ્બર માત્ર અથવા શુષ્ક અને જડ ક્રિયા લાગે છે. તેમની સાથે. વિવાદમાં ન ઊતરતાં સામાયિકનું હાર્દ ઊંડા ઊતરીને દાખવવાની જરૂર છે. "જ્ઞાનનું ફળ વિરતિ” એ સૂત્ર સ્વીકારીએ તે સમજી શકાશે કે જૈનધર્મમાં સાવઘયોગથી વિરત થવાનો સંકલ્પ શા માટે કરાવવામાં આવે છે. આની પાછળ કર્મ વિજ્ઞાન રહેલું છે. જે સંકલ્પ ન કર્યો, વ્રતોચ્ચાર કે પચ્ચખાણ ન લીધા તે આત્મા તરફ કમણુઓને સતત પ્રવાહ-આસવ દ્વારા ચાલુ રહેશે. સામાયિક વ્રત સંવર છે જે આ કર્માસ્ત્રવને રેકી દે છે. સાવઘયોગથી વિરત થઈ છવ અંતરાભિમુખ થાય છે. પોતાનાં કષાય વિષય-વાસના, એષણ, મનનાં પરિણામે, વચન અને કાયચેષ્ટા પર સંતુલન લાવી સમતા એટલે કે સમત્વગને પ્રાપ્ત કરે છે. કાર્યોત્સર્ગ, કષાયવિજય, અનુપ્રેક્ષા આદિ અનુષ્ઠાનેમાં વિદને જરૂર આવવાનાં. ઉપસર્ગ - પરીષહેને વ્રતની જાગરૂકતા હશે તે સમતાપૂર્વક સહી શકવાનું સંકલ્પબળ પેદા થશે. બાકી તે સકામ – નિર્જરા ગણાય આ સુક્ષમ તાત્વિક ભેદ એ જૈન-દર્શનની મૌલિક ભેટ છે, કે જે બે ઘડી માટે સાધકને પતંજલિના અષ્ટાંગ યોગની સમાધિની ઝલક દેખાડી શકે છે. ભગવાન મહાવીરે કરેલાં પુણિયા શ્રાવકના સામાયિક નાં વખાણ શું શ્રાવકોને સામાયિકવ્રત અપનાવવા – આચરવા પૂરતાં નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy