SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ “રત્નાકર પચીશી” : એક અભ્યાસ ૩૨૫ ઉદ્ધાર કરાવી પંદરમા ઉદ્ધારક તરીકે ખ્યાતિ મેળવી. આ જ સમયે શ્રી રત્નાકરસૂરિએ સંધ સમક્ષ ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના અધિપતિ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ પોતાના ચારિત્રખંડનની આલોયણરૂપે “રત્નાકર પચ્ચીશી” નામના સ્તોત્રની રચના કરી પિતાનું જીવન સાર્થક કરવાની સાથે અન્ય છ માટે પણ પ્રેરણા અને પ્રકાશ આપ્યો. રત્નાકર પચ્ચીશી” એ અભુત કાવ્ય છે. આ કાવ્યનું પદલાલિત્ય, કવિની કલ્પના, અથગાંભીર્ય, ભાષાની સચોટતા, શબ્દની રચના, રસ-પરિપૂર્ણતા, જેને શ્રવણ કરતાં માથાં ડોલવા લાગે, હૈયાં નાચવા માંડે અને મનડાં મુગ્ધ થઈ જાય, આત્મા-પરમાતમા વચ્ચે લય-લીનતાની કડી બની જાય એવો નૈસર્ગિક સ્તોત્ર-પ્રવાહ આ કાવ્યમાં અખલિતપણે વહે છે. આ કાવ્યમાં કવિએ જે ભાવો દર્શાવ્યા છે તે માનવ માત્રને સ્પર્શે એવા છે. એનાથી સાવધ નહિ રહેનાર માનવી વિકારની સુંવાળી જાળમાં ફસાઈ જઈ છેવટે ભારે મૂંઝવણ અનુભવે છે. એ મૂંઝવણમાંથી ઉગારી લેવાનો ઉપાય કવિએ આ કાવ્યમાં બતાવ્યો છે. રત્નાકર પચ્ચીશીમાં કવિ પ્રત્યે સહજ માન ઉપજે એવી એમની નિખાલસતા તરવરે છે. ખરું જોતાં કવિની મહત્તા હદયતંત્રીને જગાડવામાં જ નહિ પણ સમવેદનાની એકલય માધુરી પ્રગટાવવામાં છે. એ એકતાન લય પ્રભુ સાથે અંત સાધવામાં સહાયક બને છે. આત્માના પ્રદેશેપ્રદેશને ઝણઝણાવનાર અને દલિત કરનાર ‘રનાકર પચ્ચીશી માં કવિ કહે છે : किं बाललीला कलितो न बालः पित्रो पूरो जल्पति निर्विकल्पः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy