SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ એમાં એક હજારથી વધુ નિબંધનું વાચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્દઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાને ભારતમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મ પરિષદને હેતુ વતે જગતને જુદા જુદા ધમેનું જ્ઞાન આપવાને, સર્વ ધર્મના અનુયાયીઓ વચ્ચે ભ્રાતૃભાવ પ્રગટાવવાને અને એ રીતે એની નેમ હતી વિશ્વશાંતિ સ્થાપવાની. ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબે ઝબ્બે, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળાં જેડાં. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા. તાટશ્યવૃત્તિ અને વાફચાતુર્યથી વિશ્વધર્મ-પરિષદ મે હિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, “પૂર્વને વિદ્વાનમાં જે રોચકતા સાથે જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું એટલા રસથી તેઓએ બીજા કોઈ પૌવંત્યા વિદ્વાનનું સાંભળ્યું ન હતું. વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાતિની એવી વિદ્વત્તાથી વાત કરી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણથી સ્પષ્ટ કરવાની એમનામાં અને ખી! ક્ષમતા હતી. એક બાજ પિતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પિતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃત અભ્યાસ જ પૂરતા ન હતા. પરંતુ ભારતની ગતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત કરવાની જરૂર. હતી વીરચંદભાઈએ એ આત્મસાત કર્યું હતું. આથી જ કયાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy