SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પધારી દિનચર્યા છે ય છે. જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ ૨૦૫ દેઉલ ગામ છે ધનવંત, નેશ્વર પ્રણમ્યા શુભ શાંત; ', - હવે સઘળે દિગંબર વસે, સમુદ્ર સુધી તે ઘણું ઉલ્હસે. (૧૩) " શિરપુર નગરે અંતરિક પાસ, અમીઝર વાસિય સુવિલાસ; પરગટ પરતે પૂરે આજે, નવનિધિ આપે એ જિનરાજ.” (૧૪) મુનિશ્રીએ દિગંબરે અંગે તેમજ તે સમયના રાજા-પ્રજાશ્રેષ્ઠિ તેમજ અનુપમ જિનચૈત્ય સંબંધી તેમજ અન્યધર્મીનાં ધમ. સ્થળનું વર્ણન કરેલ છે. મુક્તાગિરિ, ત્યાંથી આગળ સિંધખેડા, આંબા અને પાત્ર ગામે જ્યાં અનુક્રમે ચંદ્રપ્રભુ અને શાંતિનાથનું મનોહર જિનબિંબ છે ત્યાંથી આગળ તિલંગ દેશમાં ભાગનગર અને ગલકુંડું નામનાં મનોહર ગામને ઉલેખ કરતાં તેના પ્રાચીન મહત્ત્વની વાત જણાવવામાં આવી છે. ત્યારબાદ કુલપાકજી (કુલપાકપુર) તેમજ દ્રાવિડ દેશનાં તીર્થોમાં જિનકાંચીના જિનપ્રાસાદો જે સ્વર્ગની સાથે વાદ માંડે છે તેને ઉલ્લેખ છે. આજે તો જિનકાંચી ખૂબ જ જીર્ણ અવસ્થામાં છે. દેશ કરણાટકને આચાર, બેલું તીરથને સુવિચાર; ચોર તણે તિહાં નહિં સંચાર, ધરમરાજ બહુલા શત્રુકાર. (૧૨) નદી કાબેરી મયે વસે, શ્રી રંગપટ્ટણ અતિ ઉહસે; તિહાં ભેટા જિન નાભિ મહાર, ચિંતામણિને વીરવિહાર. (૫૩) શ્રી રંગપટ્ટન ગામના વર્ણનમાં મુનિશ્રી લખે છે કે ત્યાં દેવરાય નામને રાજા છે. તે છે તો મિથ્યાત્વી પરંતુ તેની બુદ્ધિ સારી છે. દાનમાં તે ભેજરાજ જેવું છે. મધમાંસને પણ તે ત્યાગી છે. તેને પાંચ લાખ પાચકને પરિવાર છે. તેના રાજ્યમાં હાથીઓ અને ચંદનની તે જાણે ખાણે જ છે. આ રાજયમાં પ્રતિવર્ષ ૬૫ લાખ રૂપિયા ઊપજતા હતા તેમાંથી અઢાર લાખ તે ધર્મવર્ણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy