SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાન પ્રમાણને આધારે અનુપાત્રને કાલનિર્ણય ૧૮૯ અનુગથી થતી. માટે જ આર્ય રક્ષિતને અનુગારસૂત્રના કર્તા સ્વીકારી લેવામાં આવ્યા હોય એમ બની શકે. તાંબર પરંપરા પ્રમાણે આર્યવજ અંતિમ દશપૂર્વધર હતા તેમને સ્વર્ગવાસ. વીરનિર્વાણ સંવત ૧૮૪(વિ. સં. ૧૧૪)માં થયું મનાય છે. આર્ય વજ પછી આર્યરક્ષિત ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. એટલે જે અનુગારસૂત્ર તેમની રચના હોય તો તે વીર વિ. સં. ૧૮૪ થી ૫૯૭માં કયારેક થઈ હશે. દિગંબર પટ્ટાવલી પ્રમાણે પણ આર્યરક્ષિત આર્યમંસુ અને નાગહસ્તિની વચ્ચેના સમયમાં વીર નિ. સં. ૧૯૭માં થઈ ગયા. ટૂંકમાં, જે અનુગદ્વારસૂત્ર આર્ય રક્ષિતની રચના હેય તે તે વિ. સં. ૧૧૪ થી ૧૨૭ માં કયારેક રચાયું હશે. આર્ય રક્ષિતના કોઈ શિષ્ય - પ્રશિષ્યની રચના હેય તે પણ તેને સમય વિ. સં. બીજી શતાબ્દીને પૂર્વાર્ધ સિદ્ધ થાય છે. ૨. નંદસૂત્રના ૮૩ મા સત્રમાં ઉત્કાલિક શ્રુતની ગણનામાં અનુગદ્વારસૂત્રનું નામ આવે છે. નંદીસૂત્ર દેવવાચકની રચના છે અને તેમણે વિ. સં. પર૩ થી પહેલાં આની રચના કરી હતી એમ. માનવામાં આવે છે. તેની રચના વખતે અનુયોગઠારસૂત્રનું નામ ઉમેરવામાં આવ્યું હોય એમ માની લઈએ તો પણ તેની ઉત્તરમર્યાદા વિક્રમની છઠ્ઠી શતાબ્દીની શરૂઆત માનવી પડે. ભગવતીસૂત્રને આધારે આ મર્યાદા એથી પણ આગળ લઈ જઈ શકાય. તેમ છે, ભગવતીસૂત્ર (શ. ૫, ઉ. ૩, સૂત્ર ૧૯૨)માં “મનુયોગદ્વારે'ની ભલામણ કરવામાં આવી છે અને તે પણ પ્રત્યક્ષ આદિ ચાર પ્રમાણેની બાબતમાં ૩ આથી એટલું નિશ્ચિત થાય છે કે આગમની અંતિમ વાચના સમયે (વિ. સં. ૫૧૦-પર૩) અનુગદ્વારની. રચના થઈ ગઈ હતી. એથી આગળ વધી એવું અનુમાન થઈ શકે કે આગમોની અંતિમ વાચના જેને અનુસરે છે તે માધુરી વાચના. (વિ. સં. ૩૫૭) પહેલાં અનુગારની રચના થઈ ગઈ હતી. એટલે આ જ તેની ઉત્તરમર્યાદા ગણુંવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy