SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૩૭ સૂરિ શ્રી રત્નસિંહસૂરિ, શ્રી મુનિસુંદર, શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, શ્રી ભાવસાગર સૂરિ, શ્રી ગુણનિધાનસરિ, શ્રી ધર્મમૂર્તિસૂરિ, શ્રી કલ્યાણ સાગરસૂરિ, શ્રી અમરસાગરસૂરિ, ધર્મલક્ષમી મહત્તરા, શ્રી હીરવિજયસુરિ, શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયતિલકસૂરિ, શ્રી વિજયાણુંદ સુરિ, શ્રી હેમવિમલ, શ્રી સોમવિમલસૂરિ, શ્રી આણું દવિમલસૂરિ, શ્રી વિજયદેવસૂરિ, શ્રી સમરચંદ્રસૂરિ, શ્રી રાયચંદ્રસૂરિ, શ્રી વિમલચંદ્રસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી કીર્તિવિજય, શ્રી લબ્ધિચંદ્રસૂરિ, શ્રી બ્રાતૃચંદ્રસૂરિ તથા દેવચંદ્રસૂરિ, પં. શ્રી મહારાજ ચતુરવિજય, શ્રી વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી), શ્રી વિજયવલ્લભસૂરીશ્વર, શ્રી વિજયનેમિસૂરીશ્વર, શ્રી વિજયલાવણ્યસૂરિ. સાગરાનંદસૂરિ, વિજયપ્રેમસૂરિ, રામચંદ્રસૂરિ, વિજયલબ્ધિસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, વિજયકેસરસૂરિ, વિજયનેમિસૂરિ વગેરે નામો ખાસ ઉલ્લેખનીય છે. આ સર્વેમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ મોખરે છે. તેમને દીક્ષા-મહોત્સવ ખંભાતમાં જ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં સંવત ૧૧૫૪ (ઈ. સ. ૧૦૯૮)માં માગ મહિનાની શ્રેચતુર્દશીના દિવસે બ્રાહ્મમુહૂર્ત થયો હતે. ખંભાતમાં તેમણે પોતાના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પાસે વિદ્યાભ્યાસ કર્યો અને તેમને વરદ હસ્તે વિ. સં. ૧૧૬ના વૈશાખ સુદ ૩ ના દિવસે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. શ્રી હેમચન્દ્રાચા કુમારપાળને ખંભાતમાં આશ્રય આપેલો અને એની રાજ્યપ્રાપ્તિની ભવિષ્યવાણીનાં ઈગત ખંભાતમાં જ થયેલાં. તેઓ- શ્રીને દીક્ષા મહોત્સવ ખંભાતમાં મહામાત્ય ઉદયમંત્રી દ્વારા ગોઠવવામાં આવેલ. શ્રી માણિકયચન્દ્રસૂરિ મહારાજ પ્રથમ ખંભાત પાસેના વટકુપ(વડવા)માં અને પછી ખંભાત પધારેલા; એમસ તરફ વસ્તુપાલને અત્યંત આદરભાવ હતો. ઉદયપ્રભસૂરિના શિષ્ય શ્રી જિનપ્રભ મહારાજે મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયંતસિંહના વચન અથે વિ. સં. ૧૨૯૦(ઈ. સ. ૧૨૩૪)માં “પ્રબંધાવલિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy