SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ૨ પરમાત્મા અતીન્દ્રિય છે. તેથી એમના સ્થાનથી–પ્રશંસાથી – સ્તુતિથી-સ્તવનાથી આપણે પણ અતીન્દ્રિય થઈ શકીએ છીએ. પરમાત્મા સિવાયના પદાર્થો જર-ઝવેરાત આદિના ધ્યાન અને રટણ, પ્રશંસા આદિથી અંતે આપણે ભાવિમાં એકેન્દ્રિય થઈએ, કારણ કે હીરામાણેક આદિ જરઝવેરાત અને વાડી-વજીફ-બંગલા-મહાલય-તાજમહાલાદિ એ કેન્દ્રિય(પૃથ્વીકાય જીવ)ના કલેવરે છે. શ્રદ્ધા એકની જ રાખવી, લક્ષ્ય એકનું જ કરવું, ધ્યેયપદાર્થ એક જ હય, જ્યારે જ્ઞાન અનેકનું હોય કે અનેક પદાર્થનું જ્ઞાન કરાય. જેનાં બ્રહ્મ-આનંદ અને વિજ્ઞાન એકરૂપ બની ગયાં છે તે આપણું લય-ભેચને ચગ્ય છે. શ્રય પદાર્થ સાથે શ્રદ્ધાથી અભેદ થવાનું છે. લક્ષ્ય પદાર્થ સાથે લક્ષણથી અભેદ થવાનું છે. યેયરૂપ પદાર્થ સાથે ધ્યાનથી અભેદ થવાનું છે. શ્રદ્ધા એ ભક્તિયોગ છે, સમર્પિતતા છે. પરમાત્માથી જીવું છું, પરમાત્મા માટે જીવું છું, પરમાત્મા વડે જીવું છું, અને પરમાત્મામાં રહીને જે કાંઈ કરું છું તે પરમાત્મશક્તિથી કરું છું” એવી ભાવના થવી તે જ શ્રદ્ધા! લક્ષણથી લક્ષ્ય સાથે અભેદ થવું એટલે જ્ઞાનયોગમાં રહેવું. જ્ઞાન-દર્શનાદિ લક્ષણ છે. જ્ઞાન-દર્શન જેના સહજ છે તે વીતરાગ તત્વ છે. જે જ્ઞાનમાં રાગ નથી તે જ્ઞાન વીતરાગ છે – સહજ જ્ઞાન છે. વીતરાગ જ્ઞાન એટલે સહજ જ્ઞાન અર્થાત કેવલજ્ઞાન-નિવિકલ્પદશા. આમ આ પણ આત્મા-પરમાત્મા સ્વરૂપના લક્ષણરૂપ જે જ્ઞાન-દર્શન છે તે જ્ઞાન-દર્શનના ઉપયોગમાંથી રાગ કાઢી વીતરાગ બનવું તે લક્ષણને લક્ષ્યથી અભેદ કરવાની સાધના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy