________________
૭૪
જૈન સાહિત્ય સમારોહ હસ્તપ્રત રથમાં મૂકવામાં આવી હતી. મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં “સિદ્ધહેમ વ્યાકરણની નીકળેલી શોભાયાત્રાની એ યાદ. અપાવતી હતી. ઉદ્દઘાટન બેઠક
- પ્રાર્થના, તુતિ અને પૂ. સાધ્વીજી વસંતપ્રભાશ્રીજીના માંગલિક બાદ, શ્રી લખમશી ઘેલાભાઈ શાહે દીપ પ્રગટાવી પાંચમાં જૈન સાહિત્ય. સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી અમરણિકાનું પ્રકાશન શ્રી બિપિનભાઈ કે. જેને, કલ્પસૂત્રની સુવર્ણાક્ષરે લખાયેલી હસ્તપ્રતનું પ્રકાશન શ્રી રવજી ખીમજી છેડાએ અને પ્રાચીન હસ્તપ્રતોના પ્રદર્શનનું ઉદ્દઘાટન શ્રી ગુલાબચંદ કરમચંદ શાહે કર્યું હતું. વિદ્યાલયની કચ્છમાં શાખા માટે વચન
અખિલ ભારતીય અચલગચ્છ (વિધિ પક્ષ) વેતામ્બર જૈન સંધના પ્રમુખ અને સ્વાગતાધ્યક્ષ શ્રી વસનજીભાઈએ સૌનું અભિવાદન કરતાં કહ્યું હતું : “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી ખ્યાતનામ અને માતબર સંસ્થા આ સમારોહની જનેતા છે. જો શ્રી મહાવીર જૈન વિદ્યાલય કચ્છમાં કોઈ વિદ્યાપ્રવૃત્તિ આદરે અગર એની શાખા ખેલે તે તે સંસ્થાને જમીન અને આર્થિક સહયોગ આપવા અમે તત્પર છીએ.” સંશાધન-પ્રકાશનને વેગ
એમણે વિશેષમાં કહ્યું : “જૈન સાહિત્ય સમારોહથી પ્રેરાઈને અહીંને સમાજ વધુ વ્યાપક પ્રવૃત્તિઓ કરે, અહીં ભંડારમાં સચવાયેલી હસ્તપ્રતનું સંશોધન–પ્રકાશન થાય, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓનાં શિક્ષણને વેગ મળે તે આપણા સૌનું આ મિલન સાર્થક થશે.”
ત્યારબાદ સ્વાગત મંત્રી શ્રી નાનાલાલ વસાએ આ સમારોહની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org