SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય જૈન સાહિત્ય સમારાહ ૧૯ તેમ ગામની સેડમાં ય નહિ એટલે અંતરે આસપાસ સર્વત્ર વિસ્તરેલા રેતીના ઢગાની ઉપર થઈને ઊપસી આવતું, અફાટ સાગર અને અનંત આભની પૃષ્ઠભૂત જાણે આધાર કરીને રહેલું ભગાનીનું મંદિર તથા કુંવારી ભૂમિ સમા સાગરને સ્વચ્છ અને વિહરવાને આમંત્રણ આપતા વિશાલ તટ આ બધું મહુવાને અત્યંત આકર્ષક રમ્યતા અક્ષે છે. તપસ્વી અને જ્ઞાની શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી, શાસ્ત્રવિશારદ જૈનાચાર્યશ્રી વિજયષક્રૂર, આચાર્ય શ્રી વિજ્રયદર્શનસૂ રિ, શત્રુજયેાદ્વારક જાવડશા-ભાવડશા પરમ ત મહારાજા કુમારપાળના સમકાલીન જગડુશા, ઈ. સ. ૧૮૯૩ની યિકાગા વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ અને સ્વામી વિવેકાનંદના સમકાલીન શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, અને એમની સાથે રસાયા તરીકે જનાર જાદુગર નથ્થુ મચ્છા, સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રો પ્રાગજી ભગત, સાહિત્યક્ષેત્રે મસ્તકવિ ત્રિભુવન પ્રેમશ કર તથા હરગાવિંદ પ્રેમશ’કર, ભાષા, સાહિત્ય અને વ્યાકરણના અસાધારણ વિદ્વાન ડૅા. હરિવલ્લભ ભાયાણી, ડૉ. હિરલાલ ગૌદાની—આ સહુ આ ભૂમિનાં તેજસ્વી સતાનેથી સવિશેષ મહિમાવાન બનેલું મહુવા સંભવતઃ ‘દશકુમારચરિત'નું મધુમતી છે, જે એની અતિ પ્રાચીનતાનું દ્યોતક લેખાય. કહેવાય છે તેમ શ્રીકૃષ્ણે રુક્િમણીનું અપહરણ આ પ્રદેશમાં કર્યું" હતું. અનેક ષ્ટિએ મહિમાત્રાન એવા મહુવા(જિ. ભાવનગર)માં શુક્રવાર, તારીખ ૨, ફેબ્રુઆરી ૧૯૭૯ના રાજ સંધ્યાકાળ પછી બાળાશ્રમના પટાંગણમાં જૈન દર્શન અને સાહિત્યના અધ્યયન, અધ્યાપન તથા સંશાધનને પેાતાનું જીવન અ`ણ કરી ચૂકેલા સમ વિદ્વાન શ્રી દલસુખભ ઈ માલવણિયાના પ્રમુખપદે જૈન સાહિત્ય સરાહને શ્રી તી દામિની જરીવાલાના સ્તુતિગાનથી આરભ થયે હતા. જૈન સાહિત્ય પરિષદનું અધિવેશન આજથી ૬૬ વર્ષ પૂર્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy