SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ જૈન સાહિત્ય સમારોહ બીજલિ નઉ ઝબકઉ જિલ, જિસ્યઉ નદી નઉ વેગ; જીવન વયે જાણઉ તિસ્યઉ, ઉલટ વહઈ ઉદેગ કામ જોગ સંગ સુખ, ફલક પાક સમાન, જીવિત જલ નઉં બિદ્યઉ, સંપદ સંધ્યાવાન. મરણ પગાં માંહિ નિત વહઇ, સાચઉ જિન ધ્રમ સાર, સંયમ મારગ આદરઉં, જિમ પામઉ ભવ પાર.” સમયસુંદરે આ રાસની રચનામાં પચાસથી અધિક જુદી જુદી દેશીઓને પ્રયોગ કર્યો છે. ધન્યાશ્રી, મારુણી, સેરઠ, મહાર, રામગ્રી, પરજિયે, સારંગ, કાનડો, આશાવરી, કેદારો વગેરે રાગરાગિણુમાં લખેલી ઢાલ માટે કવિએ તત્કાલીન સુપ્રસિદ્ધ લેકપ્રચલિત જે દેશીઓ પ્રયોજી છે તેને પણ તેમણે નિર્દેશ કર્યો છે. ઉદાહરણ તરીકે, રાજીમતી રાણુ ઈશું પરિ બલઈ, નેમિ વિણ કુણ ઘુંઘટ ખોલઈ, “સુણ મેરી સજની રજની ન જાવઈ રે, “સહર ભલે પણિ સાંકડો રે, નગર ભલો પણિ દૂરિ રે, સોભાગી સુંદર, તુઝ બિન ઘડીય ન જાય”, “સોરઠ દેશ સોહામણુઉ સાહેલડી એ દેવ તણુઉ નિવાસ', દિલ્લી કે દરબાર મઈ લખ આવઈ લખ જાવઈ’, ‘અહનઈ મહારઈ પિયુ ગમઈ”, “કાજી મહમદના ગીતની ઢાલ' ઇત્યાદિ પંક્તિઓ તે સમયે કેવાં કેવાં ગીતે પ્રચલિત હશે તેને ખ્યાલ આપે છે. સમયસુંદર ગુજરાત, રાજસ્થાન, સિધ, પંજાબ વગેરે પ્રદેશમાં વિર્યા હતા. એટલે તે તે પ્રદેશની શાસ્ત્રીય સંગીતની લાક્ષણિકતાએના અને ત્યાંનાં પ્રચલિત ગીતોના તેઓ સારા જાણકાર હતા. એટલે એમની ઢાલમાં રાગરાગિણીનું વૈવિધ્ય સારું હોય એ સ્વાભાવિક છે. આ રાસમાં તે કવિ આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે જે માણસ જુદા જુદા પ્રાંતના દરબારમાં ગયે હશે અને સંગીતના જલસાઓમાં હાજર રહ્યો હશે તે જરૂર આ ઢાને સુંદર કહેશે. જુઓ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy