SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જૈન સાહિત્ય સમારોહ અનાજનું ગાડું ભરીને નગરમાં વેચવા આવેલા કણબીને ગાંધીના દીકરાઓએ પૂછ્યું: “ગાડાવાળું તેતર વેચવું છે એટલે ગાડાવાળાએ એક રૂપિયામાં તે વેચવા હા કહી. ગાંધીના દીકરાઓએ એક રૂપિયે આપીને તેતર તેમજ ગાડું ઉઠાવી લીધાં, કારણ કે સેદે ગાડાવાળા તેતરનો હતા. ન્યાયાલયમાં ગાડાવાળા હાર્યો, પરંતુ એક ચતુર પુરુષે બદલે લેવાની યુક્તિ શીખવી. એ પ્રમાણે ગાડાવાળે ગાંધીના ઘેર ગયો ને બોલ્યો : “ભાઈઓ ! ગાડું તમને મળ્યું તે આ બળદને પણ તમે જ લઈ લે ને ! બદલામાં શણગાર સજેલી તમારા ઘરની વહુવારુના હાથે બે પાલી અનાજ લઈશ.” બળદના લોભમાં ગાંધીપુત્રો. સહમત થયા અને એટલે કણબી, સ્ત્રીનો પાલીવાળા હાથ પકડીને ચાલવા લાગ્યો. ફસાયેલા કણબીને છોડાવવા ચતુર પુરુષે કરેલી શબ્દજાળથી ગાડાવાળાને બળદ અને ધનથી ભરેલું ગાડું પાછાં મળે છે. આવી જ શબ્દજાળ “Pied Piper of Hemelin' માં, અને Merchant of Venice'માં પણ જોવા મળે છે. ધર્મોપદેશમાલા વિવરણ (૯મી સદી)માં શબ્દછળની વાત આ પ્રમાણે છે: એક ગામડિયે મોટો સુંડલો ભરીને કાકડી વેચવા બેઠા હતા. એક ધૂર્ત બધી જ કાકડી ખાઈ જવાની શરત લગાવી અને બદલામાં નગરના દરવાજામાંથી જઈ ન શકે એ લાડુ ગામડિયાએ ધૂને આપો એમ નક્કી થયું. ધૂર્તે દરેક કાકડીને એકેક બટકું ભર્યું અને શરત મુજબ લાડુ માગ્યો, ત્યારે ગામડિયાએ કહ્યું, “આખેઆખી કાકડી ખાઈ જ, તો શરત પૂરી થયેલી ગણાય.” ધૂ શરત પાલનની ખાતરી કરાવવા તૈયારી દેખાડી જે જે લેકે કાકડી લેવા આવતા હતા તે કાકડી જેઈને કહેતા : “અરે, આ તો ખાધેલી કાકડી છે. આને શું કરે ?” આથી ધૂતે શરતનો લાડવો માંગે. ગામડિ મૂંઝા. કોઈક ચતુર પુરુષે રસ્તો બતાવ્યા પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy