SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ પડકાર ઝીલતી કથાઓ સ્ત્રીનું અભિમાન –માની લીધેલું કે વાસ્તવિક – તેડવા માટે પતિ તરફથી સ્ત્રીને પિતાનું સામર્થ્ય પુરવાર કરવાનો પડકાર ફેંકાય છે, ત્યારે સ્ત્રી એ પડકાર ઝીલી લઈ, પિતાની ચતુરાઈથી અને દક્ષતાથી એ પ્રમાણે પુરવાર કરી આપે છે. - બારમી શતાબ્દીમાં લક્ષ્મગણિએ રચેલી “સુપાસના ચરિઅ માં, પરદાર ગમનવિરમણ વ્રત વિષયે અનંગક્રોડા– અતિચારે ધનકથામાં ઈ. સ. ૧૪૪૩માં( વિ. સં. ૧૪૯૯)માં, પં. શ્રી શુભશીલગણિએ રચેલા “વિક્રમચરિત્રમ'માં, કવિ શામળકૃત “સિંહાસનબત્રીશી'ની ૨ભી “સ્ત્રીચરિત્રની વાર્તામાં, સિંધની મધ્યકાલીન વાર્તા “બિરસિંગ અને સુ દરબાઈની વાર્તામાં, વિ સં. ૧૭૪૭માં રચાયેલ અભયસમકૃત “માનતુંગ માનવતી ઉપઈ”માં અને પશ્ચિમના સાહિત્યમાં કેશિના ડેકામેની ત્રીજા દિવસની નવમી વાર્તામાં ઉપર જણાવેલી કથારૂઢિ નજરે પડે છે. “ભાનતુંગ-માનવતી ચઉપઈ” પરથી આપણું શ્રી યોગેન્દ્ર દેસાઈએ “માન-અપમાન” નૃત્યનાટિકા ઉતારી છે. શામળની સિંહાસનબત્રીસીમાં આવતી કથા આ પ્રમાણે છે: એક વણિક કન્યા રાજા વિક્રમને એ પડકાર ફેંકે છે કે વિક્રમચરિત્ર જ દુનિયામાં એક નથી. સ્ત્રીચરિત્રની તેલ mતમાં કાંઈ જ આવી શકતું નથી. , વણિક કન્યાને પાઠ શીખવવાના ઇરાદાથી રાજ વિક્રમ પોતાના ૩. આ અંગે શ્રી જનક દવેને લેખઃ “અશક્યને શકય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની – એક મધ્યકાલીન કથારૂઢિ” માટે જુઓ ઃ “શ્રી મહાવીર જૈન વિદ્યાલયઃ સુવર્ણ મહોત્સવ ગ્રંથ': ભાગ ૧લો: ગુજરાતી વિભાગ, પૃષ્ઠ ૧૯૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy