SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ ૨૧૧ હતી. એમણે “સુયગડાંગ આદિ આગમો તથા જૈનકથા રત્નકેશ'ના આઠ ભાગ અનુવાદ સહિત પ્રગટ કર્યા હતા. આ ગ્રંથાએ લોકોના ધર્મજ્ઞાનમાં વૃદ્ધિ કરી હતી. વિ. સં. ૧૯૪૭ના જેઠ વદ પાંચમને ગુરુવારે તેમનું અવસાન થયું. અને પછી તેમની પેઢી તરફથી “ગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટક' આદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડયાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યુષણ પર્વ સમયે જાતી પર્યુષણ વ્યાખ્યાનવાળા વૈચારિક ભૂમિકાએ એક નવો ઝોક સૂચવે છે. છેલા એક સૈકાની ધર્મ પ્રવૃત્તિ જેમાં ત્રણ ઘટનાઓ સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણાય. સૌરાષ્ટ્રના મોરબી પાસે આવેલા વિવાણિયા ગામમાં વિ. સં. ૧૯૨૪ના કારતક સુદ પૂનમને રવિવારે રાયચંદભાઈને જન્મ થયે. તેઓ સ્થાનકવાસી જૈન ધર્મ પાળતા હતા. ઝવેરાતને વ્યવસાય કરતા અને કવિ તેમજ શતાવધાની હતા. તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા રાયચંદભાઈમાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાને મધુર સુમેળ જોવા મળતો. એમણે સોળ વર્ષે (સં. ૧૯૪૦માં) “ક્ષમાળા” અને “ભાવનાબેધની (વિ. સં. ૧૯૪૨માં રચના કરી. ઓગણીસમે વર્ષે મુંબઈમાં શતાવધાનના પ્રયોગો કર્યા. સં. ૧૯પરમાં નડિયાદમાં પદ્યમાં “આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. તેઓ કવિ કરતાં વિશેષે તત્વચિંતક અને સાચા અર્થમાં મુમુક્ષુ હતા. મેક્ષ માટે ત્યાગમય અણગાર ધર્મ સ્વીકારવાની એમની ઈચ્છા ખૂબ ઉત્કટ હતી. હિંદુ ધર્મમાં ગાંધીજીને જ્યારે જ્યારે શંકા થતી ત્યારે તેઓ રાયચંદભાઈને પૂછીને સમાધાન મેળવતા. તેથી જ ગાંધીજીએ લખ્યું છે કે, “હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એ મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા.”૧૩ આ પછી રાયચંદભાઈ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે ૧૩ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૧ માં લેખ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણ, લે. ગાંધીજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy