SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મહામૂલે સંદર્ભગ્રંથ ૧૮૩ છે. કોઈ પણ કૃતિના નામ સાથે એ સંવત મૂકે છે ત્યારે એ સામાન્ય રીતે રચના સંવત હોય છે. “૨. સં.' એમ લખવાનું એમણે સ્વીકાર્યું નથી. પણ જ્યાં રચનાવર્ષ ન મળતું હોય અને લેખનવર્ષ મળતું હોય ત્યાં એ “લ. સં. ૧૮૬૯ પહેલાં’ એવી નોંધ કરે છે. આને રચનાવર્ષ માની લેવાની ભૂલ ન કરી લેવી જોઈએ, તેમજ લેખન સં. ૧૮૬૦ પહેલાં થયું છે એમ પણ માનવું ન જોઈએ, કૃતિની લખ્યાસંવત ૧૮૬૯ છે અને કૃતિ તે પૂર્વે રચાયેલી ગણવી જોઈએ એમ એમના કહેવાનો આશય હેવ છે (૬) જૈન ગૂર્જર કવિઓમાં કૃતિને સમય કેટલીક વાર અનુમાને દર્શાવવામાં આવ્યું હોય છે અને એના આધારને નીચે નિર્દેશ પણ થયેલ હોય છે. દા. ત., ભા. ૩ પૃ. ૫૧૯ પર કલ્યાણતિલકના મૃગાપુત્ર સંધિને સમય સં. ૧૫૫૦ આસપાસ બતાવવામાં આવ્યું છે એને આધાર ત્યાં છેડે નિર્દિષ્ટ જિનસમુદ્રસૂરિને રાજ્યકાળ છે, જે દરમ્યાન એ કૃતિ રચાયેલી છે. પરંતુ કેઈક સ્થાનોએ નિર્દિષ્ટ સમયના આધાર આપવાનું રહી ગયું હોય એવું જણાય છે, જેમ કે ભા. ૩, પૃ. ૭૦૨ પર ધર્મસકૃત “નવ વાડિને સમય સં. ૧૬૨૦ લગભગ ગણવામાં આવ્યું છે. તેને આધાર ત્યાં સ્પષ્ટ કર્યો નથી. આવાં સ્થાનોએ કઈ વિરોધી પ્રમાણુ ન હોય તે જૈન ગૂર્જર કવિઓ'માં કઈ હકીકતને આધારે સમયને નિર્દેશ થયો છે એમ માનવું જોઈએ અને ગુરુપરંપરા વગેરે માંથી એ આધારને શોધવાનો પ્રયત્ન કરવા જોઈએ. (૭) જૈન ગૂર્જર કવિઓમાં માહિતી પૂર્તિનું કામ કેટલીક વાર શબ્દાનુક્રમણિકાની કક્ષાએ પણ થયું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. દા. ત., ભા. ૩, પૃ. ૬૭૫ પર અજિતદેવસૂરિ નોંધાયેલા છે પણ તેમના ગચ્છનો નિર્દેશ નથી. પરંતુ અંતની ર્તાની શબ્દાનુક્રમણિકામાં અજિતદેવસૂરિને પદિલવાલ ગચ્છના માનવામાં આવ્યા છે. આનો અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy