________________
ગુજરાતનાં...આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૯ ઉજયંત (ગિરનાર ) ઉપર સમેતમહાતીથવતાર અને અષ્ટાષદમહાતીર્વાવતારના પ્રાસાદ કરાવ્યા. આ ત્રિપુરુષ-પ્રાસાદમાં પહેલાં મુખ્ય મંદિર આદિનાથનું હતું. હાલ મલિલનાથનું છે. વસ્તુપાલે શત્રુંજય પર ઋષભદેવની આગળ ઈન્દ્રમંડપ અને બે બાજુએ પાર્શ્વનાથ અને નેમિનાથનાં મંદિર કરાવ્યાં. શત્રુંજય પર આદિનાથ તથા પુંડરીકની નવી મૂર્તિઓ સ્થાપી તેમજ આદિનાથના મંદિરની બાજુએ પોતાના પૂર્વજોની પ્રતિમાઓ કરાવી. મંત્રી તેજપાલે ગિરનારની તળેટીમાં પોતે વસાવેલા તેજલપુરમાં અશ્વરાજવિહાર અને પાર્શ્વનાથ ભવન બંધાવ્યાં હતાં.
સામાન્ય રીતે વસ્તુપાલ-તેજપાલ ઘણું સુકૃત સંયુકતપણે કરાવતા હતા. આથી બધે વસ્તુપાલ-તેજપાલનાં દેરાં કહેવાને પ્રઘાત પડી ગયો છે. આબુ ઉપર દેલવાડામાં જે દેરાસર છે, તેને પણ સહુ વસ્તુપાલ-તેજપાલનાં દેરા' તરીકે ઓળખે છે. પરંતુ એ દેરાસરના નિર્માણની પ્રશરિત૨૩ જે ત્યાંની હરિતશાળામાં મૂકેલી તકતી પર કોતરેલી છે તેના આધારે જાણવા મળે છે કે નેમિનાથનું આ મંદિર વિ. સં. ૧૨૮૭(ઈ. સ. ૧૨૩૧)માં મંત્રી તેજપાલે પિતાનાં પત્ની અનુપમદેવી અને પુત્ર લાવણ્યસિંહ( લૂણસિંહ ના શ્રેય અર્થે કરાવેલું ને તેથી એ લુણસિંહ-વસહિકા તરીકે ઓળખાય છે. આથી ખરી રીતે એને માત્ર તેજપાલનું દેરું' કહેવું જોઈએ. આ મંદિરના વહીવટને લગતા શિલાલેખમાં જણાવેલા એના ગોષ્ટિકે (ટ્રસ્ટીઓ)માં અનુપમદેવીના પિતા ધરણિકના કુટુંબને સમાવેશ થતો હતો ને એ કુટુંબ આબુની તળેટીમાં વસેલી ચંદ્રાવતીનું રહેવાસી હતું. આ વિગત લક્ષમાં રાખતાં આબુ પરનું દેરાસર એકલા તેજપાલે બંધાવ્યું એ તદ્દન સ્વાભાવિક લાગે છે. આ મંદિર ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચેકી, રંગમંડપ, બલાનક, દેવકુલિકાઓ અને હસ્તિશાલાનું બનેલું છે. એના સ્તંભો તથા એનાં વિતાન શિલ્પકલાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org