SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ કાલ (લગ. ઈ. સ. ૧ થી ૪૦૦) છે. ક્ષહરાત કુલના પ્રસિદ્ધ રાજા નહપાનના સિક્કા રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં અને એના સમયના અભિલેખ મહારાષ્ટ્રમાં મળ્યા છે. પરંતુ એની રાજધાની કયા પ્રદેશમાં હતી એ એના પરથી જાણવા મળતું નથી. જૈન અનુશ્રુતિ પરથી નહપાન-નરવાહન-વાહનની રાજધાની ભરુકચછ હોવાની માહિતી મળે છે. જૈન આગમગ્રંથની વાલી વાચના ઈ. સ. ૩૦૦ને અરસામાં નાગાર્જુનસૂરિની અધ્યક્ષતા નીચે મળેલી શ્રમણુસંધની પરિષદમાં તૈયાર થઈ હતી. પાલિતાણા, ભરૂચ, ઢાંક, સ્તંભનક (હાલનું થામણા), શંખપુર, વગેરે સ્થળ આ કાળ દરમ્યાન જૈન -તીર્થો તરીકે ખ્યાતિ ધરાવતાં એવી અનુશ્રુતિએ છે, પરંતુ એ કાલનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતાં ચણતરી જિનાલય મળ્યાં નથી. જૂનાગઢ પાસે આવેલી બાવાપ્યારા ગુફાઓ જૈન સંપ્રદાયની હાય એ સંભવિત પણ નિશ્ચિત નથી." ઢાંક (જિ. રાજકોટ)ની ગુફાઓમાં આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી વગેરેની પ્રતિમાઓ કંડારેલી હોઈ એ ગુફાઓ જૈન સાધુઓ માટે નિર્માઈ હોવાનું નિશ્ચિત છે. અકોટા(વડોદરા)માં મળેલી કાયોત્સર્ગ -અવસ્થામાં ઊભેલા આદિનાથની ખંડિત ધાતુ-પ્રતિમા (૫ મી સદીને ઉતરાર્ધ) સવસ્ત્રતીર્થકરની સહુથી જૂની જ્ઞાતિ પ્રતિમા છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો બીજે લાંબે ઉજજવલ કાલ છે મૈત્રકકાલ (લગ. ઈ. સ. ૪૭૦ થી ઈ. સ. ૭૮૮). વલભીના મિત્રવંશી રાજાઓને કુલધર્મ માહેશ્વર હતા ને તેઓ બૌદ્ધ ધર્મને પણ ઠીક પ્રોત્સાહન આપતા હતા એવું તેઓનાં દાનશાસને પરથી માલુમ પડે છે. તામ્રપત્રો પર કોતરેલાં તેઓનાં એક દાનશાસન મળ્યાં છે તેમાંનું એકે ય જૈન દેરાસર કે ઉપાશ્રયને લગતું નથી એ નવાઈ લાગે તેવું છે. ધ્રુવસેન રાજાના પુત્રના મરણથી થયેલા શોકની સાંત્વના માટે આનંદપુર(વડનગર)માં “કલ્પસૂત્ર'ની વાચના સભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy