________________
૧૩૮
જૈન સાહિત્ય સમારોહ પ્રાચીન ભારતમાં કલાના ઈતિહાસ માટે કેવા અગત્યના સન્દર્ભે મૂલ આગમસૂત્રમાં પણ મળે છે એનું આ એક રસપ્રદ ઉદાહરણ છે.
જૈન જ્ઞાનભંડારે વિશે પૂરતું કહેવાયું છે. પણ ભંડારેની હસ્તપ્રતોમાંનાં ચિત્રો અને સામાજિક-ધાર્મિક ઇતિહાસ વિશે એકાદ ઉદાહરણાત્મક વાત કરું. એ ચિત્રોના અનેક અભ્યાસપ્રધાન સંગ્રહ અને સંકલન આ પહેલાં પ્રગટ થયાં છે. સાહિત્યમાં રાજએ કે શ્રેણીઓની ચિત્રશાલાઓની વાત આવે છે અને આચાર્ય હેમચન્દ્રના શિષ્ય કવિ રામચં, કુમારપાલે બંધાવેલા મન્દિર-કુમારવિહારની પ્રશરિતરૂપે રચેલા “કુમારવિહાર શતક' કાવ્યમાં એ મન્દિરનાં ભીરિચિત્રોનું વિગતભરપૂર વર્ણન કર્યું છે. એવાં કઈ મન્દિર કે મહાલ હાલ વિદ્યમાન નથી, પણ મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના જનજીવનની ઠીક ઝાંખી ઠેઠ અગિયારમા સૈકાથી મળતી. તાડપત્ર ઉપરની અને પછી કાગળની, જૈન ભંડારોમાંની ગ્રન્થસ્થ ચિત્રકળામાં થાય છે તથા ઉપલબ્ધ શિલ્પ અને સાહિત્યિક વર્ણને સાથે એનું સજન એ કલાવિષયક સામાજિક, ધાર્મિક તેમજ વેશભૂષા આદિના અભ્યાસને એક રસપ્રદ વિષય છે. અંગ્રેજી વર્ણમાળાના “યુ” આકારનું તિલક એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું ધાર્મિક તિલક લગભગ સાર્વત્રિક રીતે મનાય છે. પરંતુ સોળમા શતક અને ત્યાર પહેલાંનાં ગ્રન્થસ્થ ચિત્રોમાં શ્રાવક ગૃહસ્થોના લલાટમાં પણ એ જોવામાં આવે છે. એ બતાવે છે કે એક કાળે આ તિલક પુરુષોના પ્રસાધનમાં એક સર્વસામાન્ય વિશેષક હતું.
વિદ્યાવિષયક કાર્યો માટે શાસ્ત્ર વ્યુત્પત્તિ અને તાલીમ જરૂરી છે; પરતુ જ્ઞાન પ્રત્યે સંપૂર્ણ ભક્તિ એ કોઈ પણ સંશોધક અને જ્ઞાનપિપાસુ માટે સૌથી વધુ આવશ્યક છે. અધ્યયન અને સંશોધન માટેની ભકિત વિના ચિરંજીવ મહત્ત્વનું કઈ કામ ભાગ્યે થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org