SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ભક્ત ત્રિમૂર્તિ . . . . શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રી આનંદઘનજી જેવા મહાપુરુષરત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂત, ભાવનિથ આનંદઘનજીના દર્શન સમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણે આત્મલાભ ને અપૂર્વ આત્માનદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રી યશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલાસથી મસ્ત દશામાં વિહરતા આનંદઘનજીની મુક્ત કંઠે ભારોભાર પ્રશંસા કરતાં ગાયું છે કે “પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લેહ જેવો હું યશવિજય સુવર્ણ બને !” કેવી ભવ્ય ભાવાંજલિ ! હવે અત્રે આ ઉપરથી એક વિચારણીય રસપ્રદ પ્રસંગ ઉપસ્થિત થાય છે કે આ ન્યાયને એક ધુરંધર આચાર્ય, ષડૂદર્શનને સમર્થ વેત્તા, સકલ આગમરહસ્યને જ્ઞાતા, વિશિરોમણિ યશોવિજયજી ઉપાધ્યાયજી જેવો પુરુષ, આ અનુભવોગી આનંદઘનજીના પ્રથમ દર્શન-સમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય એમ આનંદતરંગિણમાં ઝીલે છે, અને તે યોગીશ્વરની અદ્દભુત આત્માનંદમય વીતરાગદશા દેખીને આનંદાશ્ચર્ય અનુભવે છે. અને પોતાની સમસ્ત વિદ્વત્તાનું સર્વ અભિમાન એક સપાટે ફગાવી દઈ, બાળક જેવી નિર્દોષ પરમ સરલતાથી કહે છે કે લેઢા જે આ પારસમણિના સ્પર્શથી સોનું બન્યું અહો કેવી નિર્માનિતા ! કેવી સરલતા! કેવી નિર્દભતા ! કેવી ગુણગ્રાહિતા ! આને બદલે બીજે કઈ હાત તે તેને અભિમાન આડું આવી ઊભું રહેત. પણ યશોવિજયજી ઔર પુરુષ હતા, એટલે આનંદઘનજીને દિવ્ય ધ્વનિ એમના આત્માએ સાંભળ્યો ને તે સંતનાં ચરણે ઢળી પડયો: અને આ પરમાર્થગુરુ આનંદઘનજીના સમાગમ પછી એમને અંતરપ્રવાહ અધ્યાત્મયોગ ને ભક્તિવિષયના પંથે વિશેષે કરીને મુખ્યપણે ઢળ્યું હશે, એમ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy