________________ અપૂર્વ મંગલમાલા 59 દિવ્ય ગુણોનું, તેમના સત્ત્વશુદ્ધ રૂપનું તેમના લોકોત્તર પ્રભાવોનું ઉદારરમણીય નિરૂપણ થયું છે. એનું બાળક કેવું છે તે માને પૂછો તો દરેક માતાને પોતાના સંતાનમાં કયો જ દેખાશે. પ્રિયપાત્રનું સર્વ કાંઈ મનોહર લાગે. માનતુંગાચાર્યને આદિનાથ માટે નિતાન્ત પ્રેમ છે અને “ભક્તામર સ્તોત્ર' એ પ્રેમનો રમણીય ઉદ્ગાર છે. - વસન્તતિલકા છંદનાં 48 શ્લોકપુષ્પોથી ગૂંથાયેલી આ મંગલકાવ્યમાલામાં સૂત્રરૂપે કવિની પ્રભુભક્તિ છે. કાવ્યારંભે સહજ નમ્રતા સાથે કવિ, પોતાની મર્યાદાઓને કારણે આદિનાથના ગાગોનું વર્ણન કરવા અસમર્થ હોવા છતાં તેમનું ગુણકીર્તન કરવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે વાતને, સુન્દર દષ્ટાન્તો આપીને મૂર્ત કરે છે. આ વિનમ્ર ઉદ્ગારો સાત શ્લોકો સુધી વિસ્તરે છે. પોતાને બુદ્ધિ વિનાના, વિગત શક્તિ, અલ્પજ્ઞ અને ઉપહાસપાત્ર ગણાવતા કવિ પોતાની પરિમિત શક્તિ અને પ્રભુની અપરિમિત મહત્તાને રમણીય કાવ્યવાણીમાં મૂર્ત કરે છે. રામયાણપ્રસિદ્ધ ચન્દ્રબિંબ અને બાળકહકની વાત વણી લેતા કવિ કહે છે, જલેસ્થિત ચન્દ્રબિંબ પકડવા અબુધ બાળક તોફાન કરે છે તેમ હે પ્રભુ! હું આપની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું. હૃદયમાં પરમ નિર્દોષતા અને પ્રાપ્તિ માટેની બાળક જેવી હઠ હોય તો જ પ્રભુને પામી શકાય–આ વાતને કવિએ કેવી કળાત્મક રીતે અહીં સૂચવી દીધી છે. બીજું દષ્ટાન્ત પ્રાણીસૃષ્ટિને સ્પર્શે છે. પોતાની શક્તિ નહીં હોવા છતાં હરણી પોતાના સંતાનનું રક્ષણ કરવા ભલભલા સિંહની સામે કેવી ધસી જાય છે? બાળકનું યોગક્ષેમ એ માબાપ માટે સહજ વાત્સલ્યનું પરિણામ છે. આપને માટેના પણ આવા જ વિશુદ્ધ પ્રેમથી આપની સ્તુતિનું ગાન કરવા હું તત્પર થયો છે. સંસાર જીવનનાં બે દષ્ટાન્ત આપીને હવે કવિની નજર પ્રકૃતિવિશ્વ ઉપર પહોંચે છે. કવિની નમ્રતા કેવી વાણીમાં વ્યકત થાય છે? કવિ કહે છે અલ્પજ્ઞ હું ધૃતવતે પરિહાસપાત્ર, વદ્ ભક્તિથી જ સ્તુતિ આ રચતો ગયો છે. ગાતો દીસે મધુર કોકિલ જો વસન્ત, તે તો પ્રભાવ સહુ યે સહકારનો છે... (6)