SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 7 કાંતકંટા આચાર્ય 68 વર્ષનો સંયમ પર્યાય પાળનારા આચાર્યશ્રીને જીવનયાત્રાનો મંત્ર અને સંયમસાધનાનો મર્મ માતા પાસેથી સાંપડયા. માતાએ પોતાના દસ વર્ષના પુત્ર છગનને ડાહી શિખામણ આપી કે સદા અહેતુનું શરણ સ્વીકારજે. શાશ્વત ધર્મ-ધન મેળવજે અને જગતના જીવોનું કલ્યાણ કરજે. માતાના આ અંતિમ ત્રાગ આદેશો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના ભાવિજીવન માટે દીવાદાંડી રૂપ બની ગયા. એ પછી વડોદરામાં છગનને નવયુગપ્રવર્તક, જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજનો મેળાપ થયો. વડોદરામાં એમની વાણી સાંભળીને છગન ગદ્ગદિત બની ગયો. વ્યાખ્યાનમાં આવેલા સહુ કોઈ વિખરાઈ ગયા, પરંતુ બાળક છગન બેસી રહ્યો. એના અંતરમાં એટલો બધો કોલાહલ જાગ્યો હતો કે એની વાણી મોન બની ગઈ! પૂજ્ય આત્મારામજી મહારાજે ધાર્યું કે બાળક કોઈ આર્થિક મૂંઝવણથી અકળાયેલો હશે. એમણે છગનને સાંત્વના આપતાં કહ્યું કે તું સ્વસ્થ થા. તારા અંતરનું દુ:ખ કહે. તને ધનનો ખપ લાગે છે. અમે તો ધન રાખતા નથી. પરંતુ કોઈ શ્રાવક આવે તો મદદ કરવાની પ્રેરણા જરૂર આપીશ.' પરંતુ બાળક છગનને કોઈ ભૌતિક ધનની નહીં, બબ્બે આત્મિક ધનની ખેવના હતી. પૂ. આત્મારામજી મહારાજનાં પ્રવચનોએ એનામાં અંતરની આરત જગાડી હતી. પછી તો દાદાગુરુનાં ચરણમાં વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને ચરિત્રગ્રંથોનો અભ્યાસ કર્યો, વળી સાથોસાથ અહર્નિશ એકનિષ્ઠાથી ગુરુસેવા કરી. આમ જીવનના આરંભકાળમાં જ માતાની શિખામણ અને ગુરુનું માર્ગદર્શન મળતાં આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ તપશ્ચર્યાથી આત્મપથ પર પ્રયાણ આદર્યું. પોતાની આસપાસના સમાજમાં એમણે કારમી ગરીબી જોઈ. એ સમયે એક ઉક્તિ પ્રચલિત હતી કે, “પેટમાં ખાડો ને વરઘોડો જુઓ. મૃત્યુ પછીના સ્વર્ગલોકને ઊજળો કરવા માટે પૃથ્વી પરના જીવનને અધમ બનાવવામાં આવતું હતું. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી હતી, જ્યારે બીજી બાજુ કેટલાક આત્મકલ્યાણને બહાને સમાજહિતની ઉપેક્ષા કરતા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું: “ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધમ ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.”
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy