________________ 29 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કે નિવૃત્તિમાં, સાધુઅવસ્થામાં કે ગૃહસ્થાશ્રમમાં જ્યાં ક્યાંય હોય ત્યાં પોતાનો વિવેક વાપરીને આત્મકલ્યાણને ઓળખી કાઢે છે. તેને માટે તે દીપક સમાન છે. દરેક વિચારને કે વર્તનને ચકાસવા માટે એ એક કસોટી સમાન છે. કેટલાક લોકો એને “સંશયવાદ' કહીને નિંદે છે, પણ તેમ કરનારા માત્ર તેમનું અજ્ઞાન જાહેરમાં મૂકવા સિવાય બીજું કશું વિશેષ નથી કરતા. એ તો અનેકાંશુ આદિત્ય છે. તેની સામે ધૂળ ઉડાડનાર, વાસ્તવિક રીતે પોતા પ્રત્યે જ ઉડાડે છે. ટૂંકામાં એ તો સંતોની સંતદષ્ટિ છે, જ્ઞાનીઓની જ્ઞાનદષ્ટિ છે, સાચા કર્મયોગીઓની કર્મદષ્ટિ છે. છેવટે આ વિચારણા ઉપરથી એટલું સમજી શકાયું હશે કે જૈન ધર્મે ભારતીય સંસ્કૃતિને માનવી સંસ્કૃતિ બનાવવા કેટલી કીમતી ભેટ આપેલ છે. પરંતુ એ ભેટ ભારતવર્ષને ચરણે જતાં હવે તે જેની નથી રહી પણ ભારતીય બની ગઈ છે. આજનો આપણો ભારતવર્ષનો ધાર્મિક આદર્શ પુરુષ અહિંસાના પરિપૂર્ણ અમલમાં જ સત્યનો સાક્ષાત્કાર જુએ છે. હિંદુધર્મને પૂર્ણ બનાવવા માટે વર્ણાશ્રમવ્યવસ્થાની અંદર રહેલા જે દોષોને કાઢવા તેઓ કહી રહ્યા છે અને પ્રયત્નો કરી રહ્યા છે, તે જ દોષોને દૂર કરવાનું કામ મહાવીરે કરેલું હતું. વળી તેઓ જે વિવેક, સમભાવ અને સ્થિરતાથી વસ્તુતત્વને નિહાળે છે, તે ઉપરથી જણાય છે કે તેઓ અનેકાંતદષ્ટિનું જ અનુશીલન કરે છે. તેથી કહેવું જોઈએ કે જૈન ધર્મની વિશેષતાઓ હવે ભારતવર્ષની સાંસ્કૃતિક વિશેષતાઓ બની ગઈ છે. *** ('રજત મહોત્સવ ગ્રંથમાંથી સાભાર)