SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ 281 ચાબુક અને લગામ [બિનજરૂરી અંકુશો મૂકી ભ્રષ્ટાચારનું જે વાતાવરણ ઊભું કર્યું તેનાં પરિણામો આજની પ્રજા ભોગવે છે. એ વખતે અનીતિનું જે વાવેતર થયું તેનો ચાક હવે વિપુલ માત્રામાં લણાય છે. અનાજના ડૂડાંની સાથે માનવીય મૂલ્યો પણ છડેચોક લણાય છે. મહાવીરના પ્રાતઃસ્મરણીય નામ સાથે જોડાયેલ છાત્રાલયોમાંથી બહાર પડતા છાત્રોએ તેજસ્વી કારકિદી વિકસાવી છે પણ તેમાંના કેટલાને અપરિગ્રહની ભાવના કે સમ્યફ વિચારધારાનું મહત્ત્વ સમજાયું છે? દેશને નીતિનાશના માર્ગે દોરનારાં તત્ત્વોનું બળ એટલું બધું છે કે આપણા યૌવન-ધન પર નીતિની લગામ મૂકવાનું શક્ય રહ્યું જ નથી. યૌવનને અનીતિના રસ્તે ધન કમાવા માટે મળતા પ્રોત્સાહનના ચાબુકો એવા તો જોરથી વીંઝાય છે કે છાત્રાલયોના ગૃહપતિઓનું કશું ચાલતું નથી. અધૂરામાં પૂરું પિતા કે વાલી પણ ક્યાં લગામ શોભે અને ક્યાં ચાબુક શોભે એ પોતાનાં સંતાનોને સમજાવી શકવા અસમજ થયા છે કારણ પોતે પણ ધનને સાધનને બદલે સાધ્ય માનવા લાગ્યા છે. ‘મહાજન” શબ્દ આજે અર્થ ખોઈ બેઠો છે. આપણા ગુજરાતી જવાનો પરદેશમાં અમુક બાબતમાં લગામમાં રહે છે. અમેરિકાનાં નગરોની ટેલીફોન-સૂચિઓમાં ‘શાહ' અને 'પટેલ'ની યાદી ખૂબ લાંબી છે. સાધારણ કક્ષાના આ યુવાનો પરદેશના વાતાવરણમાં અસાધારણ શક્તિ ધરાવતા શી રીતે થઈ જાય છે? એમને પરિશ્રમ કરવાથી પરિણામ મેળવવામાં કોઈ અવરોધક બનતું નથી. કૉલેજમાં ખોટું કે ઓછું ભણાવનાર અધ્યાપક નથી. નોકરી કે ધંધામાં શક્તિ હોય તો કદર કરનાર વાતાવરણ છે. ખોટી સલામતી નથી. ઢીલા પડો કે કચાશ રાખવો તો હડસેલાઈ જવાની આશંકા સતત મહેનત કરવા પ્રેરે છે. તાકાત હોય તો ઉશ્યન માટે આકાશ પણ ઓછું પડે તેમ છે. તાકાત ન હોય તો પાંખ વીંઝવાનો કોઈ અર્થ પણ નથી. ભારતમાં આવા વાતાવરણના આગમનને બહુવાર નથી, નવી આર્થિક નીતિના પગલે પગલે નવું વાતાવરણ આવવાનું જ છે. શરૂઆતમાં ભૂલો થશે, ગોટાળા થશે, કૌભાંડો થશે, પણ પછી બધું ગોઠવાઈ જશે. જબરી માનવશક્તિ આપણી પાસે છે. એંશી કરોડ પેટ છે તો એકસો સાંઈઠ કરોડ હાથ પણ છે. ભારતનું બુદ્ધિધન દુનિયામાં ત્રીજા નંબરનું ગણાય છે. ગુજરાતીઓ ‘સાહસે વસતિ શ્રી :" ના સૂત્રને બરાબર સમજે છે. ધનવાન થવામાં કશું જ ખોટું નથી પરંતુ સાથે કરૂણાવાન પણ થવું ઘટે.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy