________________ ગુરુ વંદના 199 હોય, પાપ ના હોય ત્યારે કોઈ પણ કામ નિ:શંક મને કરી શકાય-આ ગરુમંત્ર એમાંથી મળ્યો. એક દિવસ બાપુની કુટીરમાં બેઠી બેઠી રેટિયો કાંતતી હતી. બાપુ ટપાલ જતા હતા. એક મસમોટો પત્ર આવેલો, પાંચ છ કાગળ હતા. ટાંકાણીથી ટાંકેલા હતા. તે વાંચતાં ના ફાવે એટલે બાપુએ ટાંકણી કાઢી અને હું પાસે જ હતી. મને કહ્યું કે આ મૂકી. મેં ટાંકણી લીધી. રેટિયામાંજ બાજુ પર મૂકી. પછી રેંટિયો બંધ કરી ઊઠી. ત્યાં સુધી તો એ ટાંકણીને ભૂલી પાગ ગઈ.. બે ચાર દિવસ પછી એમજ ત્યાં બેઠી હતી, સામે રેટિયો પણ હતો જ. બાપુ કાંઈક લખતા હતા. લખતાં લખતાં મને કહે “પેલી ટાંકણી આપ તો.” ઓહ! ચાર દી' પહેલાં આપેલી એ ટાંકણી! ક્યાં ગઈ હશે રામ જાણે! ‘કેમ? ટાંકાણી...' ‘ક્યાંક ગઈ... યાદ નથી.’ નીચે જોઈ કહી દીધું. ‘તારે તો દેશમાટે, સમાજમાટે કાંઈક કરવું છે. ખરું?' ‘જી!'.. પણ એની સાથે આ ટાંકાણીને શું?'... ‘સમાજજીવનમાં પારકી વસ્તુ, પારકા પૈસા, પારકાનું હિત, બધું જ સાચવવું પડે! પોતાની જાત કરતાં વધુ સાચવવું પડે! ટાંકાની બીજા કોઈની હતી. તારા પર ભરોસો રાખી તને રાખવા આપી હતી. એક ટાંકણી સંભાળીને સાચવી ના શકાય? કાલે ઊઠી કોઈ દિલની વાત ભરોસો રાખીને કહે તો એ કેમ સચવાશે?' બાપુ વઢતા નહોતા, શાંતિથી સમજાવતા હતા. પાગ એ પાઠનો અક્ષર-અક્ષર મનમાં ઠસી ગયો! એક વાર “અસ્તેય' ચોરી ના કરવી એ વાત બાપુએ સાંજની પ્રાર્થના પછી ભાર દઈ દઈને કહી. ત્યાર પછી બાપુ મળ્યા ત્યારે મેં કહ્યું “બાપુ! મેં કદી ચોરી કરી નથી. અને કરવાની પણ નથી !' ‘તું સારી છોકરી છે!' બાપુએ કહ્યું. હું તો ફૂલીને ફાળકો થઈ! બે દિવસ પછી આશ્રમના છોકરાઓને બાપુ કાંઈક કહેવાના હતા. બધા છોકરાઓ જઈ પહોંચ્યા. હું સહેજ મોડી પડી. દોડતી ગઈ ત્યાં બાપુએ પૂછ્યું. “મોડું થયું?”