SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કન્યા કેળવણી 191 સગવડ ઊભી કરવી જોઈએ, દૂર દૂરથી આવતી અને શિક્ષણનો લાભ લેવા ઈચ્છતી સ્ત્રીઓ માટે છાત્રાવાસની સુવિધા પૂરી પાડવી જોઈએ, સહુને સહજસાધ્ય બની રહે, અને જેનો ઉપયોગ કરીને વ્યકિત પોતાની વાત અન્ય સુધી પહોંચાડી શકે એવા માધ્યમ દ્વારા એ શિક્ષણ અપાવું જોઈએ અને એ શિક્ષણને અંતે વ્યક્તિ સ્વાવલંબી બની શકે એવી તાલીમ પણ મળવી જોઈએ. સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું આયોજન આ રીતે જ થવું જોઈએ અને કન્યાકેળવણીનું તો સવિશેષ. તન-મનની શિસ્તનો આગ્રહ રાખતી તાલીમ અને સ્વાવલંબનમાં પરીણમતું સ્વાતંત્ર અને સહુથી અગત્યનું તો વાણી અને વિચારની મોકળાશ આપતું, સામાજિક રૂઢિરિવાજોના ચોકમાંથી મુક્ત - વાતાવરણ સ્વતંત્ર છાત્રાવાસમાંજ સંભવી શકે. વિચારોની અભિવ્યકિત માટે માતૃભાષા સરળ પડે. પરિણામે ભારતના બે આર્ષદ્રષ્ટા - મહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ કાકુરે શિક્ષણક્ષેત્રે આદરેલા નવીન ઉન્મેષોને મૂર્તિમંત્ર કરતી ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન બન્ને સંસ્થાઓએ શિક્ષણનું માધ્યમ માતૃભાષા અને શિક્ષણના સ્થળે જ છાત્રાવાસ આ બે સિદ્ધાન્તો સ્વીકાર્યા અને અમલમાં પણ મૂક્યા. નારી શિક્ષણના પ્રચંડ હિમાયતી પંડિત વિદ્યાસાગરે સર્વ પ્રથમ સ્ત્રીઓ માટેની શાળા બીથન કૉલેજની સ્થાપના કરી ત્યારે એ શાળામાં વિદ્યાર્થિનીઓને લાવવા લઈ જવા માટે ખાસ બંધ ગાડીની વ્યવસ્થા કરી હતી. કલકત્તા શહેરના રાજમાર્ગો ઉપર ઘંટ વગાડતી વગાડતી આ ગાડી પસાર થાય ત્યારે એ જોનારાઓનું કૌતુક તો વધારતી જ હતી, પરંતુ શિક્ષાગાથી વિદ્યાર્થિનીઓને. શાળા અને ઘર વચ્ચે આવવા જવાની સગવડ પણ પૂરી પાડતી હતી અને આડકતરી રીતે બીથુન કૉલેજની જાહેરાત પણ કરતી હતી. સીલાઈકામનો અભ્યાસક્રમમાં સમાવેશ કરીને સાવિત્રીબાઇ ફુલેએ આર્થિક સ્વાવલંબનના સિદ્ધાન્તને જ કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ઉચ્ચશિક્ષણને ક્ષેત્રે માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારી, અને કટકે કટકે પરીક્ષા આપી અભ્યાસ પૂરો કરવાની સગવડ આપવાની પહેલ કરનાર મહર્ષિ કર્વેએ તે સમયના દલિત અને શોષિત નારી સમાજને ઉચ્ચશિક્ષણ લેવાની સુવિધાઓ પૂરી પાડી હતી. કોણ જાણે કેમ પણ શિક્ષણના વધતા જતા વિસ્તારની સાથે આ આર્ષદ્રષ્ટા સમાજસુધારકોએ ઉપસાવવા ધારેલું શિક્ષણનું સ્વરૂપ બદલાઈ ગયું. પાશ્ચાત્ય શિક્ષણ-પદ્ધતિનું વણસમજું અનુકરણ કરીને અંગ્રેજી પદ્ધતિની ‘પબ્લીક લ'ની કઢંગી નકલ કરતો અને પરભાષાનો માધ્યમ તરીકે ઉપયોગ સ્વીકારતો
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy