SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 73 ધ્યાન અંગેનું છે. તેઓ પંચ પરમેષ્ઠીનો સાક્ષાત્કાર કરાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. જેનો મને પ્રત્યક્ષ અનુભવ છે. ત્રીજું તેઓ સમાજસેવા અને સૌથી વધુ ગરીબોની સેવા કરવાની ભાવના અને ધગશવાળા છે. તેઓએ ખરા અર્થમાં જૈનધર્મનું હાર્દ કરુણા-સેવા, અને દાનમાં પ્રમુખ ઔષધિ દાન ને સફળ કરી બતાવ્યું છે. ‘શ્રી આશાપુરા મા જૈન હોસ્પિટલ' કે જ્યાં હું બે વખત પોતે જઇ આવ્યો છું અને ત્યાં ટાંચાં સાધનોથી જે રીતે તેઓ ગરીબોની સેવા કરી રહ્યા છે તે તેઓની ક્ષમતા, ભાવના અને કાર્યકુશળતાનું પ્રતિબિંબ છે. હું તેમના આ કાર્યને ખૂબ બિરદાવું છું. ‘જૈના’ના કન્વેનશનમાં પણ તેઓ બે વખત પધાર્યા અને પોતાના પ્રવચન અને ધ્યાન શિબિર દ્વારા લોકપ્રિય બન્યા. આ વખતે દક્ષિણ ભારતમાં ગયેલી જૈનાની યાત્રામાં તેઓએ ૧૫ દિવસ સાથે રહી જે સ્વાધ્યાય કરાવ્યો અને સૌની સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળ્યા તે તેમના સ્વભાવની નિખાલસતા અને । પ્રેમાળપણું સૂચવે છે. જૈન એકતા માટે તેઓના મનમાં સતત ચિંતા રહી છે. બધા એકમાત્ર જૈન તરીકે જ ઓળખાય એવી તેમની ખેવના રહી છે અને તે માટે પ્રયતશીલ રહ્યા છે. સંકુચિત દૃષ્ટિવાળાની પરવા કર્યા વગર કે દબાણ ને વશ થયા વગર તેઓ જૈન એકતા માટે ઝઝૂમતા રહ્યા છે. આવા સાહિત્યકાર, વક્તા, જૈન સેવક, જૈન એકતાના સમર્થક ડૉ. જૈનનું સન્માન તે ખરેખર જૈનત્વનું જૈન એકતાનું સન્માન છે. હું તેમની દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરું છું કે તેઓ વધુ ને વધુ સેવાકાર્યો કરતા રહે. કિરીટભાઇ દફતરી (પ્રેસીડેન્ટ, જૈના, અમેરીકા) ડૉ. શેખરચન્દ્ર જૈન - જેવા નિહાળ્યાં જાહેર જીવનમાં અનેક વ્યક્તિઓના પરિચયમાં આવવાના પ્રસંગો બનતા હોય છે પણ અનાયાસે થતો પરિચય એક આત્મીય મૈત્રીમાં પરિણમે એ એક સુખદ અનુભૂતિ હોય છે. આવી સુખદ અનુભૂતિ શેખરચંદ્ર જૈનના પરિચયથી થઈ. મૈત્રી થવા માટે દીર્ઘ પરિચય જરૂરી નથી. પ્રથમ પરિચયે ગાઢ મૈત્રીનું સ્પંદન અનુભવાય અને લાંબા પરિચયના અંતે પણ મૈત્રીની ઉષ્મા ન અનુભવાય એવું બનતું હોય છે. ડૉ. શેખરચંદ્ર જૈનના પ્રથમ પરિચયે જ મૈત્રીભાવ અનુભવ્યો જે આજ સુધી અકબંધ છે. આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાં તેઓ કોઇ કામ પ્રસંગે મને મળવા ગાંધીનગર આવ્યા હતા. તે વખતે તેઓ ભાવનગરની કોલેજમાં હિન્દીના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપતા હતા. તેઓ જ્યારે પ્રથમ મળ્યા ત્યારે જ તેમની વાત કરવાની પ્રભાવશાળી શૈલી, આત્મવિશ્વાસથી છલકાતો રણકાદાર અવાજ, તાર્કિક રજૂઆત, ઉત્કૃષ્ટ ભાષાવૈભવ અને આરોહ-અવરોહ સાથેના સ્પષ્ટ ઉચ્ચારો વગેરેથી હું પ્રભાવિત થયો. અલબત્ત આ બધા પાછળ વિદ્વત્તા તો હતી જ. આમ એક સમગ્ર વ્યક્તિત્વનો અનુભવ થયો. આ પહેલો પરિચય જે ત્યારે જ મૈત્રીમાં પરિણમ્યો. આમ એક બુદ્ધિશાળી, વિદ્વાન સૌજન્યપૂર્ણ, સાહસ, સહૃદયી અને હું ઉષ્માપૂર્ણ વ્યક્તિ તરીકેની છાપ મારાં માનસપટ પર અંકિત થઇ. જે આજ સુધી માત્ર જળવાઇ જ નથી રહી પરંતુ ઉત્તરોત્તર બળવત્તર બની છે. માનું છું કે આજ બાબત વ્યક્તિનું ખરું હીર છે. જે એની અસલિયત ને જાળવી રાખે છે. આ થઇ એમના અંગત વ્યક્તિત્વની પિછાન. એક ગમે એવું વ્યક્તિત્વ. પ્રાધ્યાપક તરીકે તેઓ એક આદર્શ દૃષ્ટાંત પુરું પાડી શકે તેવી વ્યક્તિ ઉત્તમ પ્રાધ્યાપકમાં બે ગુણ મુખ્ય
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy