SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 500 આ જ રીતે કે એ જન અતિવી છેTirઘનશે પાઠવીએ છીએ. તેઓએ સમન્વય ધ્યાન કેન્દ્ર દ્વારા શ્રી આશાપુરા માં જૈન હોસ્પિટલ તૈયાર કરવામાં, સેવા તથા ફંડ એકત્રિત કરવાની જે પ્રથા અપનાવી છે છે કે કાંકરે કાંકરે પાળ બંધાય તે પ્રમાણેની ઉત્કૃષ્ટ સેવા છે. ડૉ. જૈન ઘણા જ શાંત, જ્ઞાની છે. જિનેન્દ્ર ભગવાન તેઓને દીર્ધાયુષ્ય અર્પે તે જ પ્રાર્થના. નિતિન રમણલાલ શાહ અને પરિવાર ન્યૂજર્સી ડૉ. શેખરચંદ્ર જૈન અભિનંદન સમિતિએ અભિનંદન ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. તે સમાચાર જાણી ઘણો જ આનંદ થયો છે. ડૉ. શેખરચંદ્ર જૈન જેઓએ જૈન ફિલોસોફીમાં જે કારકીર્દી વધારી છે તે ધન્યવાદને પાત્ર છે. તેમજ તન સાધો : મન બાંધો તેમજ અન્ય પુસ્તકો પ્રકાશિત ક્યાં છે તે વાંચી, અમો ઘણું બધું જીવનમાં શીખ્યા છીએ. અને આવા જ પુસ્તકો પ્રકાશિત કરવાની શક્તિ આપે તેવી જિનેન્દ્ર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તેમજ તીર્થકરવાણી, બાલજગત ભાગ-૧ અને ભાગ-૨ ગુજરાતી ત્થા ઇંગ્લીશમાં અનુવાદ કરી જે પ્રકાશિત કરવામાં જે ફાળો છે તે ધન્યવાદને પાત્ર છે. તેઓ તેમની સેવા જે સમન્વય ધ્યાન સાધના કેન્દ્રમાં આપી રહ્યા છે તેમજ શ્રી આશાપુરા મા જૈન હોસ્પિટલમાં ગરીબોની સેવા થઇ શકે તે ધ્યાનમાં રાખી ટોકન રૂા. લઈને જે સેવા કેન્દ્ર ઊભું કરેલ છે તેની પાછળ તેઓશ્રીએ તન મન ધનથી જે કાર્ય કરી રહ્યા છે તે બદલ અભિનંદનને પાત્ર છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકા, ઇન્ડિયા, યૂરોપ, આફ્રિકા વગેરે દેશોમાં જે રીતે જૈન પ્રચાર તેમજ પર્યુષણ પર્વ ઉજવાઈ રહ્યા છે તે પણ એક જૈન ધર્મ પ્રચારમાં તેમનો મહત્ત્વનો ફાળો છે. શ્રી ૧૦૦૮ અરિહંત દેવ તથા મા પદ્માવતીજીને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે આપશ્રી કે તંદુરસ્ત દીર્ધાયુષી થાય. ભૂપેન્દ્ર ચંપકલાલ શાહ અને પરીવાર : ન્યૂજર્સી “ડૉ. શેખરચન્દ્ર જૈન અભિનંદન સમિતિએ – “મૃતિયોં કે વાતાયન સે’ ગ્રંથ પ્રકાશિત કરવાનો નિશ્ચય કર્યો છે એ શુભ સમાચાર જાણી મને તથા અહીંના અમેરિકાના સમસ્ત જૈન સમાજને ઘણો જ આનંદ થયો છે. ગ્રંથની રચના પણ વિવેકપૂર્વક કરેલી લાગે છે. પ્રથમ ખંડમાં પૂ. સંતોના આશીર્વાદ તથા મહાનુભાવોની શુભેચ્છા. દ્વિતીય ખંડમાં ડૉ. શેખરચન્દ્ર જૈનની જીવન ઝરમર તથા તેઓશ્રીએ લખેલ સાહિત્યનું વિવેચન તથા “જૈસા જાના” તથા તૃતીય ખંડમાં જૈન ધર્મ, જૈન દર્શન વિગેરે આ રીતે આ એક અલૌકિક ગ્રંથ તૈયાર થશે. ધન્ય છે તેમનાં માતા પિતાને કે જેમને આવું રત પેદા કર્યું છે. ડૉ. શેખરચન્દ્ર જૈનને એક હરતું ફરતું તીર્થ પણ કહી શકીએ. દેશ વિદેશની જાત્રા કરી જૈન ધર્મનો પ્રચાર કરવામાં ત્થા આધ્યાત્મિક ક્ષેત્રે જૈન સમાજને ઉન્નતિના શિખરે લાવવામાં કોઈ પાછી પાની કરી નથી.
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy