SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ 526 । પહોંચતા સ્થળ પર પહોંચતા ત્યારે ખબર પડી કે ત્યાં એક મોટી શાક માર્કેટ નિર્મિત થઇ ગઇ હતી. તેઓ તે ઓળંગી મંદિરના સ્થળે પહોંચ્યા અને જે સ્થળે ગ્રંથો મૂકવામાં આવ્યા હતા તે સ્થળ સુધી પહોંચી ગયા. હજુ પણ તે સ્થળ સુરક્ષિત જ હતું. તેમણે ભારત પાછી આવી અહેવાલ રજૂ કર્યો. સરકારે ગવર્નરને ફરી જાણ કરી. નિર્ધારીત સ્થળે ગ્રંથભંડાર હજુ પણ સુરક્ષિત છે તેની જાણ કરી. તે સ્થળે ગવર્નરે ખુદ તપાસ કરાવી. ગ્રંથ ભંડાર ત્યાંથી લાવવા માટે રૂ।. ૫૦૦૦/- નો ખર્ચ જણાવ્યો. ભારતથી જૈનોએ તે રકમનો ચેક મોકલી આપ્યો. ૨કમ મળતાં જ પાકિસ્તાન સરકારે કામ શરૂ કરાવ્યું. દિવાલ તોડી તેમાંથી ગ્રંથભંડાર બહાર કાઢવામાં આવ્યો. સમગ્ર ગ્રંથભંડારને તિજોરી કચેરીમાં લઇ આવવામાં આવ્યો. પણ હજુ ઘણાં અવરોધો પાર કરવા પડે તેમ હતાં. ગ્રંથભંડાર ભારતને સોંપવા માટે સરકાર જાત જાતના પ્રશ્નો ઉપસ્થિત કરી રહી હતી. શેઠ કસ્તૂરભાઇએ આ બાબતે પંજાબના ગવર્નરશ્રી ધર્મવી૨ને જણાવ્યું કે અમારા શાસ્ત્રગ્રંથો વર્ષોથી તિજોરી કચેરીમાં પડ્યાં છે. અમને પરત નથી મળતાં. તમે આ અંગે પ્રયાસ કરો અને અમને ગ્રંથો । પરત મેળવી આપો. તે સમયે પાકિસ્તાનમાં ગુજરાંવાલાનાં ગવર્નર ધર્મવીરના મિત્ર હતા. તેમણે સ્વયં ગુજરાંવાલાના ગવર્નરને જાણ કરી અને સમગ્ર ગ્રંથભંડાર ભારત મોકલી આપવા સખત પ્રયાસ કર્યો. તેમના આ પ્રયાસથી કુલ ૧૮ વર્ષના પરિશ્રમનું સફળ પરિણામ પ્રાપ્ત થયું. જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ. સમગ્ર ભંડાર દિલ્હી રૂપનગર સ્થિત જૈનમંદિરમાં લઇ આવવામાં આવ્યો. [ જૈન ભંડારના પુસ્તકો સુરક્ષિત રહી શક્યા કારણ કે તે વખતે જૈનોએ કાળજીપૂર્વક તેની વ્યવસ્થા કરી હતી. ગ્રંથ અહીં આવ્યા પછી તેને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય પં. શ્રી હીરાલાલ દુગ્ગડને સોંપવામાં આવ્યું. તેમણે ગ્રંથભંડારનું કાચું સૂચિપત્ર તૈયાર કર્યું. તે સમયે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી દિલ્હીમાં વિચરી રહ્યા હતાં. તેમણે આ ભંડારને વધુ સુરક્ષિત કરવા માટે જહેમત કરી. તેમણે તે સમયે જ નવી સ્થપાયેલ ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિરમાં આ ગ્રંથભંડાર વધુ ઉપયોગી નીવડશે તેમ જણાતા | તે સમગ્ર ભંડારને તે સંસ્થામાં સ્થાળાંતર કર્યો. અમદાવાદથી પં. શ્રી લક્ષ્મણભાઇ ભોજકને બોલાવ્યા અને સમગ્ર ભંડા૨ને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને વધુ ઉપયોગી નીવડે તે માટે પોતાના સાધ્વી સમુદાયને પણ આ કાર્યમાં જોડ્યો. તેથી ટૂંક સમયમાં જ સમગ્ર ભંડાર સુવ્યવસ્થિત બન્યો. આજે આ ભંડારમાં કુલ ૨૦,૦૦૦ (વીસ હજાર) ગ્રંથો છે. આ ભંડારને સુરક્ષિત કરવાનું શ્રેય જૈનોની ઉચ્ચ ધર્મભાવનાને જાય છે. જૈનોએ જ્ઞાનને સુરક્ષિત રાખવાના ઘણાં પ્રયત્નો કર્યા છે. તેનાં અનેક ઉદાહરણો શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. તેથી જ જૈનોના પ્રાચીન ગ્રંથભંડારો આજે પણ સુરક્ષિત છે. આજે જેટલાં ગ્રંથો ભારતભરતમાં સુરક્ષિત છે તેમાં અડધા જેટલાં ગ્રંથો જૈન ભંડારોમાં સુરક્ષિત રહ્યાં છે. આ ભારતીય પરંપરાને જૈન ધર્મનું મોટામાં મોટું યોગદાન છે.
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy