SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ક “શાસન તાહરૂં અતિ ભલું, જગ નહીં કઈ તસ સરખું રે, તિમ તિમ રાગ ઘણે વાધે, જિમ જિમ જુગતિશું પરખું રે, – શ્રી સંઘને પડેલી ખાટ :પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખના અવસાનથી શ્રી સંઘને છેવટે નજી- કના ભવિષ્ય માટે તે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. - વિદ્વત્તા અને નમ્રતા જેવા પરસ્પર વિરોધી ગણાતા ગુણો ભાગ્યે જ સાથે જોવા મળે છે. પરંતુ પંડિતજીના જીવનમાં એ બનેય ગુણે અતૂટ એકસંપીથી સાથે રહેતા આવ્યા હતા. ચૌરીએરાના એકમાત્ર પ્રસંગથી આંતરરાષ્ટ્રીય શ્વેત મુત્સદ્દીઓની આખીય રમતને સમજી લેવી એ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભાને પુરાવો છે. શ્રી જૈનશાસન ઉપર પડી રહેલા અને ભવિષ્યમાં આવી પડનારા આઘાતથી તેમનું હયું સદા વહેવાયેલું રહેતું. “એક લાખ વીંછીઓ એકી સાથે ડંખ દેતા હોય તેવી તીવ્ર વેદના હું પ્રતિક્ષણ અનુભવી રહ્યો છુંઆ તેમના ઉદ્દગાર હતા. અને તેથી જ તેઓ ભાગ્યે જ છ થી આઠ કલાકની સળંગ નિદ્રા લઈ શકતા, રાત્રે ૧૨ વાગ્યે શરૂ કરી પદીયે ચાર વાગે પૂરા કરેલા કેટલાય લેખે આજે પણ અમારા સંગ્રહમાં છે. - શ્રી જૈન શાસન અને તેનાં તમામ પ્રતીક તરફનું બહુમાન આશ્ચર્ય ઉપજાવે તેવું હતું. એક એક પ્રતીકને કેવો તલસ્પર્શી અભ્યાસ ! તે સિવાય આટલું બહુમાન શી રીતે પ્રગટે ? નાનામાં નાના સાધુ મહાત્મા તરફ તેમને પૂજ્યભાવ એ તે જાણીતી વાત છે. તેમની પાસે અધ્યયન કરી રહેલા સાધુ મહાત્માની સામે પણ તેઓ કદી આસન ઉપર ગુરૂ અધિકારથી બેઠા નથી. જમીન ઉપર જ બેસવાનું. આંગણે પધારેલા મહેમાનોનું સ્વાગત ! એ તે અતિથ્ય માણ્યું હોય તે જ જાણે. નાનામાં નાના બાળક અતિથિને સ્વયં સામે બેસીને જમાડે. મહેમાનોને જરાય ઉણપ ન આવે એની કેટલી કાળજી ! કેટલી ચિંતા! અને મહેમાન એક દિવસ રહે, કે પંદર દિવસ રહે, આતિથ્યમાં કશોય ફરક નહીં, કશીય મણું નહીં, જરાય કંટાળે નહીં. અને છતાં તેમનું લેખનકાર્ય તે સતત ચાલુ. મહેમાનને વળાવવાના હોય ત્યારે તે ગાડી ન ચૂકી જાય તે માટે તેઓ આખી રાત જાગે. કેવી કેવી આંધીઓમાંથી જીવન પસાર થયું છે! છતાં મુખ પર સદાય પ્રસન્નતા. લાખો લોકોની આવતી કાલની ચિંતા કરનારને પોતાની આવતી કાલની બિલકુલ ચિંતા નહીં. ઉપરની અનન્ય શ્રદ્ધા કેટલું બળ આપી જાય છે! જ્ઞાનામૃત ભજન ! કઈ ચર્ચા કરવા, તેમની પાસે વિષય સમજવા આવે તે '
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy