SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પારેખની પરખ - સોમચંદ ડી. શાહ-પાલીતાણું M અનુભવી અને સુષાના તંત્રી શ્રી સોમચંદભાઈ પંડિતજીની જીવનની ઝાંખી અને કાર્યવાહીની પરખ કરાવી પારેખની પરખ કરાવે છે. –– સં. પ્રખર પંડિતજીના પરિચિતેને પત્રિકા કે પત્ર દ્વારા કંઈક લખી મોકલવા આમંત્રણ પાઠવવામાં આવેલ ત્યારે મને પણ આમંત્રણ તે મળ્યું પણ હવે મારી અવસ્થાને લીધે વાંચવું અને લખવું મારે માટે મુશ્કેલ બન્યું છે, છતાં એક અતિઆદરણીય અને માનનીય પંડિતજી માટે કે શાસનના હિતચિંતક માટે કંઈક તો લખવું એ આશયથી લખવા પ્રેરાયો છું. ' લખવાનો પ્રારંભ કરતાંજ ખાદીની પાઘડી, ખાદીને કટ અને ખાદીનું ધોતીયુ સાદાઈના હિસાબે] પહેરતા શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ નજર સામે આવે છે. હાથે કાંતેલા પતે સુતરના કપડા પહેરતા પણ મીલની ખાદીને તે તેઓ ડબલ વિલાયતી માનતા હતા કારણ કે મીલનું ઉત્પાદન યંત્રથી થતું હોઈ, યંત્રવાદ પ્રજામાં બેકારીનું O સર્જન અને વૃદ્ધિ કરનાર છે. આ નકકર માન્યતા તેઓશ્રીની હતી. == શ્રીયુત્ પ્રભુદાસભાઈ પારેખ જેન દર્શન, તત્વજ્ઞાન, ન્યાય-વ્યાકરણના અજોડ વિદ્વાન gu હતાં, સમર્થ વિચારક હતા, શાસનના અવિહડ રાગી હતા. વક્તા અને લેખક હતા. સાહિત્ય અને સંસ્કૃતિના ઉપાસક હતા, જીવનમાં સાદાઈ, સાત્વિકતા, નિસ્પૃહતા, દીર્ધદિપણ આ બધું હોવા સાથે શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિ, સમાજજીવન રાજકીય બાબત | વગેરેનું બહું ઉંડુ જ્ઞાન ધરાવતા હતા. v/ જીવ્યા ત્યાં સુધી ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક રાજકીય જૈન દર્શન, જ્ઞાન-વિજ્ઞાન, વિશ્વશાંતિ, બહુમત ચૂંટણી ભારતનું ભાવી, આર્યપ્રજા, આર્યદેશ, આર્યધર્મ, સંતતિ નિયમન વગેરે અનેક બાબતે ઉપર ૪૦-૪૫ વર્ષ પહેલા પિતાના તુલનાત્મક, પરિણામ લક્ષી અને સ્પષ્ટ વિચારો દેશની પ્રજા સમક્ષ બે ધડક રીતે રજુ કર્યા છે, જે તે વખતે કલ્પનાતિત લાગતા હતા. તે આજે વાતાવરણ પરિસ્થિતિ અને પ્રજાના જીવન ઘડતર પરથી સત્ય પુરવાર થાય છે, ' યંત્રવાદ પ્રજાની બેકારી ઘટાડશે નહી. પણ વધારશે. પશ્ચિમાત્ય ઢબે અંગ્રેજી શિક્ષણથી = પાયાના સદગુણો અને સંસ્કાર નાશ પામશે, પરદેશના અંગ્રેજે દેશમાંથી જશે, પણ દેશમાં નવા અંગ્રેજો ઉભા કરતા જશે, ભૌતિક વિજ્ઞાન, માનવહિત અને સંસ્કારોને હૃાસ કરશે. બહુમત ચૂંટણી ભયંકરતા સર્જશે, સંતતિ નિયમનથી પ્રજામાં સંયમને અભાવ થશે. અને આર્ય પ્રજા સત્ત્વહિન બનશે. આવી તે અનેક બાબતોના હજારો પાના લખ્યા હતા, દેશની પ્રજાને ચેતવી હતી. પણ તે વખતે કઈ સાંભળવા તૈયાર ન હતું.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy