SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ AVJIJIJUDIA તાલ© a III પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : વિદ્યમાન શબ્દ દેહ : ૩ પણામાં, સન્નાગરિકપણામાં, યોગની પૂર્વ ભૂમિકા રૂપ પૂર્વની ચાર વેગ દ્રષ્ટિએમાં, એમ અનેક રીતે સમાયેલી છે. એ ગની ભૂમિકાઓ દ્વારા આત્મા આર્યધર્મની આર્ય સંસ્કૃતિની સાધના કરી શકે છે અને તેના દ્વારા યેગી, કલ્યાણકારી શ્રી અરિંહત પરમાત્માના મહાશાસનને સાધક બની શકે છે. યોગની સાધના એ મહેલ છે અને યોગની પૂર્વભૂમિકા એ પાયે છે. આ અનંત સંસારમાં અનંત કલ્યાણકારી શ્રી જૈનશાસન એજ પરમ આધાર રક્ષણ શરણ છે. સીડી જેમ માળ ચડવા માટે જરૂરી છે તેમ યોગની પૂર્વ ભૂમિકા આર્ય સંસ્કૃતિ પણ આત્માના કલ્યાણ માર્ગ માટે તેટલી જ જરૂરી છે. અજ્ઞાન, સ્વાર્થ, અને મેહથી ઘેરાયેલા જગતમાં જૈનશાસનની મહાદૃષ્ટિ કેઈક જ પામે છે અને તે જ સાચા અર્થમાં આર્ય સંસ્કૃતિને ઓળખી શકે છે. વર્તમાન કાલના વિષમ વાતાવરણની ભૂમિકા શોધીએ તે એવું કંઈક લાગ્યા વગર ન રહે કે કયાં આર્ય દેશ? કયાં આર્ય જાતિ? ક્યાં ધર્મ? કયાં ધર્માત્મા? કયાં જૈન ધર્મ અને કયાં જેને ? દેશ જાતિ ધર્મ અને જૈનત્વની મહત્તા શાસ્ત્રમાં હોવા છતાં દેશ જાતિ ધર્મ અને જેનધમીઓની પણ સંસ્કૃતિ અને આચરણના ભેદ જુદા તરી આવે છે જે સંસ્કૃતિ છે તેને અનુરૂપ વિચાર વાણી અને વર્તન જોવા માટે નજર કરીએ તે કંઇક વિટંબના દેખાય છે. “બહુરત્ના વસુંધરા જૈનશાસન પાંચમા આરાના છેડા સુધી રહેશે? વિગેરે આશ્વાસન જરૂર છે પરંતુ તે માટેની પ્રવૃત્તિ અને જાગૃત્તિ કેટલી છે ? આ બધી વિષમતા આજે અનુભવાય છે અને છેલે તે જોતજોતામાં માનવી કે સ્વાર્થી ? કે માયાવી? કે દંભી ? કે હિંસક? કે બેજવાબદાર? થઈ ગયે છે? આઝાદીના સારા ફળ જરૂર હશે? પરંતુ શાંતિ સંતેષ અને સજજનતામય જીવન કે વ્યવહારની શોધ કરવી પડે તેવું જણાય છે. આ બધી વિષમતાનું મૂળ કઈ વિરલ જ શોધી શકે છે? કઈ શોધી શકે છે તે વર્ણવી શકતા નથી, કોઈ વર્ણવી શકે છે તે લખી શકતા નથી. કેઈ લખી શકે છે તે ઊંડા ઉતરતા નથી અને કઈ ઊંડા ઉતરે છે તે કંટાળી જાય છે અને વાત છોડી દે છે. આમ સંસ્કૃતિની નિર્બળતા, ક્ષીણતા, નાશ તથા કુસંસ્કારની પ્રબળતા, મજબૂતાઈ અને વૃદ્ધિ આનું નિરુપણ કોઈ વિરલ કરી શકે છે. આજે દેશમાં જે બની રહ્યું છે તેના મૂળની શોધ, ચિંતન, મનન, નિરીક્ષણ અને પ્રવૃત્તિ અને પરિણામને સૂથમ દૃષ્ટિથી વિચાર ૭૦-૮૦ વર્ષ પહેલા કરનાર પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ હતા. તેમણે પ્રથમ આઝાદની ચડવળમાં ભાગ લીધે અને પછી ગોરા II GIIMSHI> GIs
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy