SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Batulawulukuga ૨૪ : ? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) આ રીતે કથારસ, ધાર્મિક વિચારોને રસ, સાહિત્ય રસ, તત્વજ્ઞાનને રસ અવ્યક્ત ' રીતે માનસપાત્રમાં ઘુંટાતા રહ્યા. ચેમાસા દરમ્યાન રાજકોટમાં પ્લેગ ફેલાવાથી પન્યાસ શ્રી નિતિવિજયજી મહારાજશ્રીને સરધાર તરફ વિહાર કરવો પડયો હતે સરધારથી ચોમાસા બાદ શાંતિ થતાં રાજકોટ તરફ વિહાર કરતા રસ્તામાં સમઢીયાળા હેવાથી પધારેલા, ને મને તેઓશ્રીએ મહેસાણું ભણવા જવાની સામાન્ય સૂચના કરી હતી. પરંતુ તેની મન ઉપર કસી ખાસ અસર રહી નહોતી. સંસ્થાના તે વખતના પરીક્ષક દુલભદાસ કાળીદાસ શાહ સરધાર જૈન પાઠશાળાની પરીક્ષા લેવા આવેલા હતા. તેમની પ્રત્યક્ષ સબળ સૂચનાથી મહેસાણા જવાનું થયું. શ્રી વેણીચંદભાઈના દિલમાં કુદરતી સદ્દભાવ બહુ જ વિશિષ્ટ પ્રકારને હતિ. તે પાછળથી સંસ્થા છોડીને વિસનગર જતી વખતે તથા તે વખતના સંસ્થાના મેનેજર રા. રા. દુર્લભદાસ કાળીદાસભાઈ સંસ્થા છોડી અન્યત્ર જવાથી દરેક અઠવાડીયે પાટણથી સંસ્થાનું સંચાલન સંભાળવા આવવાનું થતું, ત્યારે અને બીજા ઘણા પ્રસંગ ગોએ જણાઈ આવ્યું હતું. પૂ. પિતાશ્રીએ અમદાવાદથી અમારી સાથે રહ્યા પછી પંચ પ્રતિક્રમણ અતિચાર મુખપાઠ કર્યા અને સામાયિક, રેજ પ્રતિક્રમણ પૂજા આયંબીલની ઓળી વગેરે વેચ્છાથી અમલમાં મૂકી જીવનપર્યત યથાશકિત જૈનધર્મની આરાધનામાં મન-વચનકાયા પરોવી રાખ્યા હતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના બંધ પછી તેમજ ન્યાયના અભ્યાસથી ઉપર જણાવેલા ગ્રંથને પરિચય વધે. ધર્માદિક ચાર પુરૂષાર્થને લગતી દાર્શનિક તુલનાશકિત ખીલતી ગઈ. જેન ધર્મના કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ ગ્રંથના અધ્યયનથી સ્યાદ્વાદની ! વ્યાપકતા, સર્વદર્શન સંગ્રાહકતા સમજાતાં જગતમાં પ્રચલિત બીજા કોઈપણ શિક્ષણ લેવા કરતાં, આ દર્શનના રચનાત્મક પરિચયથી સત્યની વધારે નજીક જવાને આનંદ સદા પ્રાપ્ત થતો રહ્યો. પ. પૂ. મુનિ મહારાજાઓના સ્વાધ્યાયમાં સહકાર, વિદ્યાર્થીઓને પઠન-પાઠન, જીજ્ઞાસુઓ સાથે ચર્ચા વિચારણા વગેરેમાં તત્પરતા પૂર્વક મન સદા પરોવાયેલું રહેવાથી તત્વજ્ઞાનમાં પ્રવેશવાને એકધારે પ્રમોદ વધતે રહ્યો છે. “દાદા' તરીકે પ્રસિદ્ધ વયોવૃદ્ધ વખતસિંહજી દરબારશ્રીએ જણાવેલું કે-અંગ્રેજી અભ્યાસ કર્યો હોત તે, સારા બેરીસ્ટર તરીકેની ખ્યાતિ મળત” તે જ વખતે જવાબ આપ્યો હતો કે-દાદા ! આપની ધારણું ઠીક છે એ બધું કદાચ થાત, SMTMTMTM
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy