SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ IIT OIL પ્ર. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વ-પરિચય : ૧૯ શિષ્ય પ્રશિષ્યાદિને સ્વાધ્યાયમાં સહકાર અને શાસ્ત્ર વાંચન-મનનને કમ વગેરે ચાલું હતાં. - ઇ. સ. ૧૯૧૪ પછી રાષ્ટ્રીય હીલચાલમાં પ્રવેશ: અમદાવાદની કેગ્રેસના પંડાલ બાંધવા વગેરેમાં જેને ઉપયોગ સારા પ્રમાણમાં થયે હતું તે હાથે કાંતેલા સુતરની ખાદીનું પણ ઉત્પાદનઃ વેચાણ શ્રી દીવાળીબાઈ શ્રાવિકા જેન ઉદ્યોગશાળાનું સંચાલન: દારૂના વેચાણ ઉપર ધીણોજમાં પીકેટીંગ: ખાદી ધારણ વગેરે પ્રવૃત્તિઓ ઉપરાંતપાટણ (ઉત્તર ગુજરાત)ના કોંગ્રેસની પ્રાંતિક સમિતિના મંત્રી તરીકેની ખાદી ઉત્પાદન વગેરેને લગતી પ્રવૃત્તિઓ વગેરે ઈ. સ. ૧૯૨૧ સુધી ચાલુ રહ્યા. પરંતુ ચૌરી ચેરાના હત્યાકાંડ પછી “આખી રાષ્ટ્રીય હીલચાલનું સંચાલન પિતે આપવા ધારેલા પોતાના હેતુ મુજબના સ્વરાજ્યની કડક માંગણી કરાવવા માટે દેશી વ્યક્તિઓને આગળ રાખી પાછળના હાથેથી બ્રીટીશ મુત્સદ્દીઓ જ ચલાવરાવી રહ્યા છે અને તેની પાછળ તેઓની ન સમજી શકાય તેવી અસાધારણ ચાલ છે” એમ સ્પષ્ટ રીતે સમજાઈ ગયા પછી, તેમાંથી પ્રથમ શ્રદ્ધા ઘટવા લાગી, અને પછી જેમ જેમ વિશેષ પૂરાવા મળતા ગયા, તેમ તેમ તેને લગતી ભાવનાએ સર્વથા એ સરતી, ને એ સત્ય બરાબર દઢપણે સમજાઈ ગયું. દરમ્યાન કાંઈક એ અસર તળે પાટણ (ઉ. ગુ.)માં વિ. સં. ૧૯૮૦થી વિશ્વનેતા સમર્થ વિશ્વ કલ્યાણકર મહાત્માઓ પ્રાપ્ત કરવાના મુખ્ય ઉદ્દે શના પ્રાથમિક પ્રોગ રૂપે શરૂ કરેલ “જૈન વિદ્યાભવન” નામની શિક્ષણના વિલક્ષણ પ્રયોગની સંસ્થા રાધનપુર લઈ જવામાં આવી. એકંદર છ વર્ષ ચલાવ્યા બાદ એ પ્રયોગમાં પણ સૂકમ દષ્ટિથી પરિણામે આપણી પ્રજાને મોટી હાની પહોંચે તેવા વિદેશીય હેતુઓને મદદ પહોંચતી હોવાને ખ્યાલ આવી જવાથી તેમાંથીયે મન પાછું ખેંચી લેવામાં આવ્યું. એ સંસ્થા પાછળથી શ્રી ઇશ્વરલાલ મોરખીયા જેન બોડીગ રાધનપુરના રૂપમાં ખાસ એક જ સ્થાનિક ગૃહસ્થ શ્રી કાંતીલાલ ઇશ્વરલાલ મેરખીયા રાધનપુરના આર્થિક સહકારથી ફેરવાઈ ગઈ અમદાવાદમાં રહી જીવન વિકાસ અને મેટરની ચેરી થવાથી ફરીથી બીજીવાર પ્રાકત પ્રવેશિકા' લખાયા ને છપાયા. વિ. સં. ૧૯૮૯ થી મહેસાણા જૈન પાઠશાળાના સંચાલકના આગ્રહથી તે સંસ્થાને ગ્ય પાયા પર મૂકવા હાથ ધરવામાં આવી. મેનેજર તથા સ્થાનિક સંચાલન તરીકે કેટલીક કામગીરી બજાવતાં બજાવતાં ઉચ્ચ વિષયમાં આગળ વધેલા કેટલાક અભ્યાસી વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા. જેની અસર આજે પણ કેટલેક અંશે ચાલું છે. “વિસ્તૃત સાથ પંચ પ્રતિકમણ “દ્રવ્ય–ગુણ–પર્યા
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy