SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ JEJERETETTE છે જ છે - શ્રી સંઘ એજ સાચી સંસ્થા પૂ. મુ. શ્રી નયદર્શનવિજ્યજી મ. જ શ ક જ છે જ જ પંડિતજીને મારે ઘેડ પરિચય છે. મને તેમના પરિચયથી જે જાણવા મલ્યું છે તે નીચે મુજબ છે. આજથી ત્રીશેક વર્ષ પહેલાં તેઓ રાજકેટ હતા ત્યારે પર્વતિથિને પૈષધ હોઈ એકાસણું કરવા પધારવા મે સંસારીપણામાં હતું ત્યારે આમંત્રણ આપેલ હતું તેથી વિશેષ પરિચય થયો. સુશ્રાવક લીલાધરભાઈ છત્રાસાવાળા તેમના સંસારી સંબંધમાં થતા હતા તેમના દ્વારા તેઓનો પરિચય મારે થયેલ હતું. રાજકોટ માંડવી ચેક દેરાસરજીના કંપાઉન્ડમાં અમે વાત કરતા ઉભા હતા ત્યારે તેમના જેવામાં એક બેડું આવ્યું જેના ઉપર “શ્રી જૈન તપગચ્છ સેવા સમાજ' લખેલું જોઈ તેઓએ અમને પુછયું કે આ શેનું બેડ છે? ત્યારે અમે કહ્યું કે આ અમારા અહિંના એક મંડળનું બેઠું છે ત્યારે તેમણે પુછ્યું કે આ સંસ્થાની પ્રવૃતિ શું? અમે કહ્યું કે દર રવિવારે રાત્રે દેરાસરજીમાં ભાવના કરીએ છીએ. શ્રી સંઘમાં કાંઈ પણ ઓચ્છવ મહોત્સવ હોય ત્યારે તેમજ સ્વામિવાત્સલ્ય આદિ શ્રી સંઘના જમણ હોય ત્યારે જરૂરી સેવા ભક્તિ કરીએ છીએ. ત્યારે તેઓએ કહ્યું કે - આવી અન્ય એક પણ સંસ્થા આપણું સંઘમાં હોવી ન જોઈએ. આપણે સંધ એ એકજ સંસ્થા હોવી જોઈએ કે જેની સ્થાપના અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએજ કરેલી છે. પેટામાં જે સંસ્થા સ્થાપવામાં આવે તે તેના પરિણામે ઝઘડાઓજ થવાના છે. આ સંસ્થા મારી, આ સંસ્થા મારી નહિ. આ સભ્ય મારા, આ સભ્ય મારા નહિ. મારા હોય તે કહે તેને મારે ટેકે, મારા ન હોય તે કહે તે મારે માનવાની જરૂર નહિ. મતમતાંતરે પડયાજ કરવાના આપણા મતથી વિરૂદ્ધ મત દર્શાવનારા તે મારા વિરોધીઓ છે. અવસરે તેના પ્રત્યે દ્વેષ પણ થઈ જવાને એટલે સંસ્થાઓની સ્થાપનાઓથી બધા મારા સાધર્મિક બંધુઓ છે તે ભાવના ધીમે ધીમે નષ્ટ થઈ જવાને સંભવ રહે છે. તેના કારણે જ દરેક સંઘમાં રગડા ઝઘડા અત્યારે પણ દેખાય છે તેની વૃદિધ જ થયા કરવાની માટે શ્રી સંઘ સિવાય અન્ય એક પણ સંસ્થા ન જોઈએ. પશ્ચિમના લેકેએ ૧૫૦ વર્ષ પહેલા બ્રીટીશ પાર્લામેન્ટમાં ઠરાવ કરીને નવી શિક્ષણ પદધતિ શરૂ કરી છે તે આપણી સંસ્કૃતિને નાશ કરવા માટે જ જનાપૂર્વક દાખલ કરાઈ છે. આ સંસ્થાએ તે પણ તેની જ પેદાશ છે. તેનાજ અંગભૂત છે. આવા પ્રયાસેથી તે આપણી પ્રાચીન સંસ્કૃતિને આપણા જ હાથે નાશ થઈ જશે.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy