SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ : : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) : પંડિતરત્ન શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન Qurš ruskea Suluhu Su Suces સ્વાધ્યાય-શ્રાવકે શ્રાવક ધર્મમાં સ્થિર રહેવા, આગળ વધવા, તથા શુદ્ધ આત્મ પરિણતિ ટકાવી રાખવા, અવશ્ય સન્શાસ્ત્રોને અભ્યાસ કરવા જોઈએ, પુનરાવર્તન કરવું જોઈએ; તેવા પ્રકારના વારંવાર કેટલાક નિત્ય પાઠ કરવા જોઈએ, તત્ત્વાર્થીદિક દ્રવ્યાનુઆ યોગના અભ્યાસથી બુદ્ધિમાં વિકાસ થાય છે, અને વિવસ્વરૂપ સમજાય છે. આવશ્યક તત્ત્વાર્થસૂત્ર, વિગેરેના અભ્યાસથી આત્મપરિણતિ વધે છે. પંચસૂત્ર, ચતુશરણ વિગેરેના નિત્ય પાઠથી આત્મ પરિણતિ આદું અને તાજી ને તાજી ટકી રહે છે. તથા કર્મગ્રંથાદિકની ગાથાઓ ભૂલી ન જવાય, માટે તેનું જ પુનરાવર્તન કરવું જોઈએ. કેમકે તેમને વિષય કઠણ હોવાથી મૂળ ગાથાઓ મારફત સારી રીતે યાદ રાખી શકાય છે. માટે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. તેમજ ભિન્ન ભિન્ન ધાર્મિક આચારમાં ઉપયોગી, સ્તવને, રીત્યવંદને સજાયે, યે વિગેરે મુખ પાઠ કરવા, ભાવપૂર્વક બલવા, તેમજ તેમાંના ભાવાર્થ સમજવા, પદ્ધતિસર ગાવા, તથા કેટલાક તાત્વિક સ્તવને કે સજઝા ઉપરથી તત્ત્વજ્ઞાન મેળવી આગમાર્થને પરમાર્થ સમજવા, હમેશ વ્યાખ્યાન શ્રવણ કરવું. ચિંતવવું ચર્ચવું, બીજાને સમજાવવું, એ વિગેરે અનેક પ્રકારે સ્વાધ્યાય કૃત્ય સાચવી શકાય છે. બીજાનાં સ્વાધ્યાયમાંથી અંતરાય દુર કરવા, તેને સાનુકુળ સાધને આપી સ્વાધ્યાયમાં મદદ કરવી. તેથી પણ સ્વાધ્યાય કૃત્ય સચવાય છે. પરંતુ હાલમાં યુનિવર્સિટીના શિક્ષણને મદદ કરતી બેડીગો, સ્કુલે, બાળાશ્રમે, ભવને વિગેરેમાં સ્વાધ્યાય નથી. પણ ધંધાની દૃષ્ટિથી તથા આર્ય સંસ્કૃતિ વિરૂદ્ધ છે સંસ્કૃતિને ફેલાવવા માટે–લેવાતી અને દેવાતી તાલીમના એ સ્થાને છે. માટે એ શ્રાવકના સ્વાધ્યાય કૃત્યમાં સમાઈ શકશે નહીં. પરંતુ સૂક્ષમ રીતે તપાસી જોતાં તે અસ્વાધ્યાય અથવા સ્વાધ્યાય વિરોધિ અથવા વિપરીત સ્વાધ્યાય છે. તેને સ્વાધ્યાયનું નામ આપવું જ ઉચિત નથી, તે પછી એક ખેડુતને છોકરો પોતાના બાપ પાસે હળ હાંકતાં શીખે. તેને પણ સ્વાધ્યાય ગણ જોઈએ. પરંતુ તે જેમ સ્વાધ્યાય ગણતા નથી, તેમ આ પણ સ્વાધ્યાય ગણી શકાય નહીં. ત્યાં અપાતું ધાર્મિક શિક્ષણ પણ ગૌણ અને પ્રજાને ભૂલાવામાં નાંખનાર હોવાથી ગૌણ અને દ્રવ્ય ધર્મજ્ઞાન છે. ભાવ ધમજ્ઞાન નથી. -પં. શ્રી પ્ર. એ. પારેખ ). 1 શાહ લાડકચંદ છવરાજ વઢવાણવાળા F S જયંતિલાલ જગજીવન શાહ ૬, વર્ધમાનનગર, પેલેસ રોડ, રાજકેટ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy