SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ DETEJEJEJEJEA ૧૩૨ પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) જેની તુલના જગતના કેઈ પણ સાહિત્ય સાથે થઈ શકે તેમ નથી. આ તેની રચના શિલીનું જ્ઞાન સ્વતંત્ર અભ્યાસ સિવાય થઈ શકે તેમ નથી. તેને ટીકા વિગેરે વિવેચને પણ અમુક ભાગજ સમજાવતા હોય છે, છતાં ઘણી ? બાજુઓ બાકી રહી જાય છે. અનેક અનુગો અને અનેક નયનિક્ષેપ, અનુપુવી અને અનાનુપુવી વિગેરે દષ્ટિબિંદુથી એકજ સૂત્રપાઠ અનેક સ્વરૂપ ધારણ કરી શકે છે. એક જ સૂત્ર કથાનુયોગ, ચરણનુગ દ્રવ્યાનુગ, અને ગણિતાનુયેગની દષ્ટિથી વિવેચી શકાય છે. આવા સૂત્રોના ભાષાંતર કરવામાં તેની ભયંકર આશાતના અને ભયંકર અપમાન છે. આજ આગમ છપાય તો અન્યથા યોજનાથી જડવાદની સંસ્કૃતિની અસર થવાથી યથાકંચિત્ મિથ્યાત્વ વાસિત થઈ જાય છે. તે વાંચવા, ભણવા, ભણાવવાની સરણિ પણ આગમમાં બતાવી છે તે પ્રમાણે રાખવાથીજ સમ્યગદર્શન રૂપે રહે છે. આજના જડવાદ અને વૈજ્ઞાનિક સાહિત્યના ઉત્કર્ષ માટેના પ્રયત્નમાં આગમસાહિત્યની જગતમાં વિદ્યમાનતા વિપ્ન રૂપ છે. તેથી તે પોતાના વિજય માટે વિશ્વાસમાં લઈને તેને નાશ કરવાના ઉપાયે રચે છે. જ્યાં સુધી આગમ જગતમાં જાગૃત ભાવે હોય, ત્યાં સુધી માન ના જીવન પર તેની અસર રહેજ, તેવા સંજોગોમાં હાલનું વૈજ્ઞાનિક જમાનાનું જીવન શી રીતે વિજય મેળવી શકે ? હમણાંજ અમદાવાદમાં યુરોપના એક વિદ્વાન પરદેશી ગૃહસ્થ ભાષણ આપ્યું હતું. તેને વિષય એ હતો કે “વિજ્ઞાન અને ધર્મ” તેને આશય એ હતું કે: “ધમ વહેમ વધારે છે. અને વિજ્ઞાન સત્ય સમજાવે છે.’ માટે વિજ્ઞાનની ખીલવણીમાં ધર્મો આડે આવે છે. લોકે ધર્મે છેડે, તે વિજ્ઞાનની શોધનો વધારે ભાવ પૂછાય, અને તેની ચીજોના વધારે વકરાથી વિજ્ઞાનને ખીલવામાં નાણાની મદદ પણ મળે. માટે ધર્મોની જરૂર નથી” એ આશય હતેવિષયનું નામ પણ એવું હતું કે “હિંદને ધર્મોની જરૂર છે કે વિજ્ઞાનની ?” આ ઉપરથી હાલનો જમાનો ધર્મ અને તેને લગતા સાહિત્યને યુકિતપૂર્વક ધીમે ધીમે અદશ્ય કરવા માંગે છે, એમ સમજાય છે. ચાલુ જીવનપ્રવાહમાંથી તેને ખસેડીને માત્ર પ્રાચીન શોધખોળની વસ્તુ ગણીને તેને સંગ્રહ પણ સત્તાની માલિકીમાં લાવીને કેટલેક કાળ ગયા પછી “હવે આ વસ્તુઓ જીવનમાં ઉપયેગી નથી, માટે તેને સાચવવાનો બોજો શા માટે ઉપાડે? શા માટે મકાનો અને ખર્ચ રાખવા. જે જોઈએ તે વિજ્ઞાન આપણને આપે છે. આવી મનેદશા થયા પછી જેમ ભારતના ઘણા પ્રાચીન અવશેને ઈડિયા ઓફીસ તરફથી ઈગ્લાન્ડમાં નાશ કરવામાં આવ્યા. તથા હમણાં બે વખત મનુસ્મૃતિ બાળવામાં આવી. આ વિગેરે ભણકારા ભાવિ અનિષ્ટના જરૂર સૂચક છે. એક તરફથી તેના વખાણ થાય છે. તેમ કરીને પ્રાચીન મિકતે સાચવવાને બહાને કન્નો કરવા માટે પ્રયત્ન જણાય છે. RETEJEJEJEJECTES
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy