SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ DEZE TEJET TIETOA ૧૧૪ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તેમને ગાદી ઉપરથી ખસેડવામાં આવ્યા હોય એ કોઈપણ રીતે ગળે ઉતરે તેમ નથી જ, રજાઓ ખરાબ હતા તો તેમાંનાં જ કેટલાક રાજાઓને ગવર્નર અને રાજ્ય પ્રમુખ કેમ બનાવવામાં આવ્યા? તેઓ એકાએક કયાંથી સારા થઈ ગયા? ઊંડાણથી વિચાર કરતાં જણાય છે કે, આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યવાદના વિશ્વવ્યાપી ફેલાવામાં રાજાઓ અને તેની પરંપરાગત સત્તાઓ વિધરૂપ ન થાય, તે દુરગામી હેતુન ઉદ્દેશીને રાજાઓને ખસેડવામાં આવ્યા હોવાનું વધારે બંધ બેસતું માની શકાય તેમ છે. અને તે હેતુ માટે તેમને ખસેડવાના પ્રયાસે તે ઘણા વખતથી ચાલતા હતા. પરંતુ એગ્ય તક ન આવી ત્યાં સુધી તેઓને નામ સ્વરૂપે પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. જે સંધિ પત્ર ઉપર તેઓ અટક્યા હતા, તે સંધિપત્રોને લોકશાસનનું બહાનું બતાવિને રદ ગણવામાં આવ્યા હતા. વડા પ્રધાન મી. એટલીના ભાષણમાં એ સ્પષ્ટતા જોઈ શકાતી હતી. અને છતાં કઈ રાજા પોતાના રાજ્ય ઉપર ચાલુ રહેવા માંગે, તે તેઓને આધુનિક ઢબનાં શક્તિશાળી લશ્કરી શસ્ત્રો ન આપવાની જાહેરાત ઇંગ્લંડના રાજ્યદ્વારી પુરૂષાના મતથી બહાર આવી હતી. તેની ગર્ભિત સુચના એ હતી કે “જે રાજ્ય ઉપથી ખસી જવામાં નહીં આવે, તે શકિતશાળી શસ્ત્રના અભાવે યુધના પ્રસંગે હારવાનું જ રહેશે, અને તે ગાદી છોડવાને પ્રસંગ આવશે. આથી પ્રથમથી જ ગાદી છોડવાનું મન થઈ જાય. વળી વકીલ વિગેરે શિક્ષિત સ્થાનિક પ્રજા તે ઘણા વર્ષોથી રાજાઓ સામે ઉશકેરાયેલી રહેતી જ હતી. (સરસ્વતીચંદ્રને ચોથો ભાગ વાંચવાથી સમજાશે) બ્રિટિશ રાજ્યસત્ત ભારતની સ્વાભાવિક રાજ્યસત્તા હોય, અને દેશી રાજાઓ વચ્ચેથી ઘુસી ગયા હોય એ વિકૃત ભાસ ઊભો થવાને કારણે, સી શિક્ષિતે ચિંતા કરતા હતા કે દેશી રાજ્યોનું શું કરવું? કેમ જાણે કે બહારથી આવેલા એ કોઈ રોગ ન હોય ! કઈ કઈ બ્રિટિશ અમલદારે પણ ઠાવકું મોં રાખીને દેશી રાજ્યનું શું કરવું એવી ચિંતામાં પડયા હવાને દેખાવ કરતા હતા. આમ છતાં ઋષિમુનિઓ પ્રણીત રાજ્યનીતિને વળગી રહીને પ્રજાનું રક્ષણ કરવાને રાજાએ બંધાયેલા હતા. તેથી રાજ્ય સંભાળી રાખવાની ફરજથી, મણને ભોગે પણ સ્વેચ્છાથી યુત થવાનું તેઓને માટે શકય નહોતું. પરંતુ સાંભળવા પ્રમાણે રાજાઓને એવી આશાઓ આપવામાં આવી હતી કે, “સ્વરાજ્ય મળ્યા પછી પ્રજા ઘણી સુખી થઇ જશે. દેશમાં દૂધ અને ઘીની નદીઓ વહેશે, પ્રજા સ્વર્ગનું સુખ ભોગવશે.” આવ. વચનેથી સમજુ રાજાઓ એ ખ્યાલમાં રહ્યા છે, જે રાજ્યના વહીવટમાંથી દૂર ખસી AGESA SSS SS
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy