SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એજ વિશ્વને પરમ આધાર છે વિશ્વ હિતિષી સ્વ. પંડિત પૂ. પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખને - કેટી કેટી વંદન - મહા કરૂણાવંત આ વિશ્વ વંઘ વિભૂતિ જીવમાત્રના ભલા માટે જીવન પર્યત ઝઝુમ્યા, ધર્મશાસ્ત્રો, અર્થવિજ્ઞાન, ઇતિહાસ વગેરેના પ્રખર અભ્યાસી તત્વચિંતક આ મહાપુરૂષ ચાર ગુજરાતી જ ભણ્યા હતા. તેઓશ્રીએ શેષ જીવન ગજકેટમાં વિતાવ્યું ત્યારે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, શ્રી મીનુ મસાણ વગેરે ઘણાં આગેવાને મળ્યા હતા. ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન જે ઘટનાઓ બની તેની કડીઓ મેળવીને આ વિચક્ષણ પુરૂષને ભવિષ્યમાં થનારી વધુ ખાના ખરાબીને ખ્યાલ આવી ગયો. છેક ૧૯૩૯ થી લેખો વગેરે દ્વારા અંગ્રેજોના મલિન ઈરાદાઓને ખુલ્લા પાડયા. ગાંધીજી પણ અંગ્રેજોની ચાલમાં ફસાયા. વિશ્વમાં બનતી ઘટનાઓના અભ્યાસથી તેમણે જોયું કે સમસ્ત રંગીન પ્રજા ઉપર ઈ. સ. ૧૪૯૨ થી ભયંકર જોખમ છે. ઘણી રંગીન પ્રજાનો નાશ થઈ ગયે. જે અનેક બનાવોને સાંકળવાથી જ સમજી શકાય. ભારતની પ્રાચીન, કાયમી પરોપકારી રાજ્ય વ્યવસ્થા, ન્યાય, અર્થ, શિક્ષણ, ખેતી | અને આયુર્વેદ પદ્ધતિઓને તોડવામાં આવી. ખોટો ઈતિહાસ લખાવ્યો. પરંપરાના ઉચ સંસ્કારોનું ભક્ષણ કરનારું શિક્ષણ ગઠવ્યું. લેર્ડ મેકેલેએ અંગ્રેજી કેળવણીનું માળખું જ્યારે તૈયાર કર્યું ત્યારે કહ્યું હતું કે આ અંગ્રેજી કેળવણી દેશમાં એક એવો વર્ગ પેદા કરશે જે માત્ર લેહી અને રંગથી જ હિદી હશે પણ તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ, આચાર વિચાર આદર્શો, મંતવ્ય, નીતિ વગેરે તમામ અંગ્રેજી હશે. ભારતની અસલ ધર્મ પ્રધાન રાજ્ય વ્યવસ્થા અને અન્ય પરોપકારી વ્યવસ્થાઓને મૃતઃપાય કરવા માટેના ગૂઢ ઈરાદાથી અંગ્રેજોએ એક નિવૃત અંગ્રેજ અફસર ઓકેવીમન હયુમના હાથે “કેસની સ્થાપના કરવી, અને તેમાં અંગ્રેજી કેળવણી પામેલા આર્યત્વથી પર એવા બેરીસ્ટર વગેરેને સાંકળ્યા, અનેક રાજકીય પક્ષો ફુટી નીકળ્યા છે આર્ય પ્રજાની જીવન સંસ્કૃતિને ભયંકર નુકસાનકર્તા છે અને નીવડશે તેમ આ આર્યદ્રષ્ટા પુરૂષે કહ્યું : સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ એ પરદેશી વિચારસરણી કમનસીબે ભારતમાં - આયાત થઈ. છે તેઓશ્રી કહેતા હતા કે “મત એટલે મેત બહુમતવાદ અહિતકર છે સંત અને શઠને મતનું મૂલ્ય સમાન હોય તેવી લોકશાહી લાખો વર્ષમાં હતી નહિ.” ભારતમાં
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy