SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વાલા નર–શાર્દૂલ પંડિતશ્રી પ્રભુદાસભાઈ –શ્રી દિનેશચંદ્ર એન. મહેતા રાજકોટ છેલ્લા થોડાં વર્ષથી પંડિતશ્રી પ્રભુદાસભાઈના તેમના આશ્રમ સમા “રત્નતિ રાજકેટના મકાનમાં અંતેવાસી તરીકે રહ્યો. તેમના લેખોનું સંપાદન કરે અને–શાસન રક્ષા કાર્યાલયનું કામકાજ કરતે. અતિ નિકટના સહવાસમાં બે વર્ષ તેમની સેવાને પણ મને લાભ મળે, જેથી હું મને ભાગ્યશાળી સમજું છું. ભગવાન મહાવીરની ૨૫૦૦મી ઉજવણીને પ્રથમ વિરોધ કરનાર પ્રભુદાસભાઈ હતા. ઇંદીરાજી ઉપર પ્રથમ તાર પંડિતજીએ કર્યો હતો. એમાં લખેલું કે ભગવાન મહાવીર નિર્વાણ સમિતિ અમારા સંઘની રજા વગર ઉભી થયેલી છે. તેમાં પ્રધાન અને સરકારી અમલદારે જોડાયા છે. સરકાર પચાસ લાખ રૂપિયા આપવાની છે. આ બધું અમારા જૈન ધર્મમાં ડખલ કરવા રૂપ છે. ભાવિમાં આ ઉજવણી--અમને નુકશાનકારક લાગે છે. તો આપશ્રી આમાંથી ખસી જાવ. ભગવાનની નિર્વાણ કલ્યાણકની ઊજવણી દર વર્ષે અમો ઉજવીએ જ છીએ ! - આમ ભારતભરના જૈન સંઘના પ્રચંડ વિરેધથી રાષ્ટ્રીય સ્તરની જે, ઉજવણીનું આજે લગભગ બંધ રહ્યા જેવું ઠંડુ વાતાવરણ સર્જાયું છે, એને વર્ષો પહેલા વિરોધ કરનાર પૂ. પંડિતજી હતા. - ભારતમાં પોપ પોલ છઠાનું આગમન થયું. મુંબઈમાં આવેલ મેદાનમાં મોટે માનવ મહેરામણ ઉભરો. તેમાં પ્રધાનથી માંડી દરેક વ્યક્તિઓ સામેલ હતી. તે વખતે પ્રભુદાસભાઈએ પ્રથમ તાર કરી તેને વિરોધ ઉઠાવ્ય , અને કહ્યું કે, ખ્રિસ્તી ધર્મને પ્રચાર એટલે ભારતના ધર્મોને નાશ. ભારતનું હાલનું રાજ્ય બંધારણ સાચું નથી. તેમાં યુરોપીયનેની બુદ્ધિ અને સલાહ દેખાય છે. વર્તમાન ચૂંટણી પદ્ધતિ અને બહુમત મળે તે જીતે આ વિષે પણ તેઓશ્રીને વિરોધ હતે, ભારતના બંધારણમાં ૧૯મી કલમ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે એટલે રાજ્યમાં કેઈ ધર્મને સ્થાન નથી. ધર્મની બાબતમાં રાજ્ય અળગું રહે છે. આ વિષે તેમને ખૂબ દુઃખ લાગતું. તેઓશ્રી કહેતા કે, આના કરતા રાજાશાહી વધારે સારી હતી. રાજાએ આર્ય સંસ્કૃતિને પિષક રાજય ચલાવતાં. પ્રજાને પુત્રવત્ ગણી તેમનું પાલન કરતા અને ધર્મ પરાયણ જીવન જીવતા. આવા તે અનેક વિરોધ તેઓશ્રીએ સત્ય ખાતર કર્યા. આથી સંઘમાં અને સમાજમાં તેઓશ્રી અળખામણા થયાં એમ કહીએ તે ચાલે ! જોકે તેમને સંકુચિત દષ્ટિવાળા
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy